અમદાવાદ-

કોરોનાકાળમાં રાજ્યભરની શાળાઓની દાદાગીરી સામે આવી છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદની શાયોના ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ઓનલાઈન ક્લાસમાંથી વિદ્યાર્થીઓને રિમૂવ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઘટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જે વિદ્યાર્થીઓની ફી ભરાઈ નથી તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી દૂર કરવામાં આવ્યા હતા. આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી રિમુવ કરાયા હતા. લોકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે આવા સંજાેગોમાં ખાનગી સ્કૂલો દ્વારા દાદાગારી કરવામાં આવી રહી છે. શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓને સ્કૂલે રિમુવ કર્યા હતા.