આણંદ, તા.૨૨ 

રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૫નાં રોજ સવારે ૧૧થી સાંજનાં ૫ દરમિયાન ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતિમાં હેલ્થ વિભાગની ગાઈડલાઈનને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગાં ન થવાની સૂચનાને અનુસરતા આણંદ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવાર મળી રહે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં ઉમેદવારે નામ નોંધાવા માટે સૌ પ્રથમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવવામાં આવેલી ગૂગલ લિન્ક રંંpજઃ//ર્ઙ્ઘષ્ઠજ.ર્ખ્તર્ખ્તઙ્મી.ર્ષ્ઠદ્બ/ર્કિદ્બજ/ઙ્ઘ/૧૭ર્ં૬૭હ્લાv ન્ઙ્મ૯દ્બદ્ભvુંટસ્૩ેંફ ૮ઁજી૧સ્્‌-મિ્૩ટડpૈvડ્ઢઈેંસ્ઉઙ્ઘp૪/ીઙ્ઘૈં?ેજp=જરટ્ઠિૈહખ્ત, ઈ-મેલ આઈડી દ્બષ્ઠષ્ઠ.ટ્ઠહટ્ઠહઙ્ઘ૦૧જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ, ીર્ટ્ઠહટ્ઠહઙ્ઘજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ અથવા તો રોજગાર કચેરી ખાતે આવેલાં પોસ્ટ બોક્સમાં પોતાનું નામ રજિસ્ટર કરાવવાનું રહેશે. જ્યારે ઉમેદવારને આ અંગે વધુ માહિતી ફેસબુક પેજ ર્સ્ઙ્ઘીઙ્મ ઝ્રટ્ઠિીિ ઝ્રીહીંિ છહટ્ઠહઙ્ઘ અથાવા યૂ ટ્યૂબ ચેનલ સ્ષ્ઠષ્ઠટ્ઠહટ્ઠહઙ્ઘ પરથી મેળવી શકશે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ. ડિપ્લોમાં તથા અન્ય ગ્રેજ્યુટજેવી લાયકાત ધરાવતાં ૧૮ થી ૩૫ વર્ષની ઉમરનાં ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ ભરતીમેળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, તેમજ અન્ય સેક્ટરનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તેવાં જ ઉમેદવારોની વિગત ફોન નંબર સાથેની રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર કંપનીઓને તેમની ખાલી જગ્યાઓ અનુરૂપ આપવામાં આવશે. લાયકાતને અનુરૂપ ખાલી જગ્યાઓ ધરાવતાં નોકરીદાતા દ્વારા રાજગારવાંચ્છુનો ટેલીફોનીક અથવા વોટ્‌સએપ વિડીયો કોલિંગ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જ્યારે જણાવવામાં આવે ત્યારે ઉમેદવારે જરૂરી ડોક્યૂમેન્ટ સાથે રાખવા અને ઇન્ટરવ્યુ માટે પૂર્વ તૈયારી રાખવાની રહેશે.