દિલ્હી-

મોદી સરકાર ઓનલાઈન શોપિંગ કરનાર લોકોને મોટી ખુશખબર આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર 27 જુલાઈ 2020થી દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગુ કરી રહી છે. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019ની અંદર જ ઈ-કોમર્સ કંપનીઓ પર પણ નવા નિયમ લાગુ થશે. જોકે આ નવા નિયમો 20 જુલાઈ 2020થી લાગુ કરવામાં આવવાનો હતો પરંતુ તે હવે 27 જુલાઈથી પુરા દેશમાં લાગુ કરવામાં આવશે.

દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગુ થઈ ગયા બાદ ઓનલાઈન શોપિંગ કરનાર લોકો સાથે ફ્રોડ કે ચિટીંગ નહીં થઈ શકે. તેના માટે હવે કંપની પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકને જો ઓનલાઈન શોપિંગમાં ચિટીંગ કરવામાં આવી તો, હવે ઈ-કોમર્સ કંપની પર કાયદાની લગામ લગાવી શકાશે. નવા ઈ-કોમર્સ કાયદાથી ગ્રાહકોની સગવડ તો વધશે, સાથે નવા અધિકાર પણ મળશે.

નવા ગ્રાહક કાયદામાં ઈ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોના હિતનું વધારે ધ્યાન રાખશે. પછી તે કંપની દેશમાં રજિસ્ટર્ડ હોય કે વિદેશમાં. નવા નિયમમાં દંડની સાથે સજાની પમ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ ગ્રાહક ઓર્ડર બુક કરી બાદમાં કેન્સલ કરી દે છે તો, ઈ-કોમર્સ કંપનીઓ ચાર્જ નહીં લઈ શકે. સાથે ખરાબ સમાન ડિલેવરી કરવા પર દંડની જોગવાઈ હશે. રિફંડ, એક્સચેન્જ, ગેરંટી-વોરંટી જેવી તમામ જાણકારી ઈ-કોમર્સ કંપનીએ પોતાના પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવી પડશે. આ સાથે એ પમ જણાવવું પડશે કે, પ્રોડક્ટ કયા દેશની છે અને કયા દેશમાં બને છે. સાથે ખોટી અથવા લોભામણીવાળી પ્રાઈસ અને હિડન ચાર્જ પર પણ લગામ લગાવવામાં આવશે.ઓનલાઈન કંપનીઓની ફરિયાદ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.

આ અધિકારીને એક નિશ્ચિત ટાઈમ લિમીટમાં ગ્રાહકની ફરિયાદનું નિવારણ કરવાનું રહેશે. નવા નિયમમાં નાની-મોટી તમામ ઈ-કોમર્સ કંપનીઓએ નિયમનું પાલન કરવું પડશે. આ કાયદા વિશે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન 27 જુલાઈ 2020ને મીડિયાને જાણકારી આપી હતી.