દિલ્હી-

પાટનગર દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પેટ્રોલ અહીંના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા વધારો થયા બાદ તે 85.20 થી પ્રતિ લિટર 85.45 ના ભાવે વેચાઇ રહ્યો છે.

શુક્રવારે માત્ર પેટ્રોલ જ નહીં ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલની કિંમતમાં પણ 25 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ તેની કિંમત 75.38 રૂપિયાથી વધીને 75.63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. મુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ પેટ્રોલ 92.04 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 82.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં દિલ્હીમાં પેટ્રોલ તેના રેકોર્ડ સ્તરે અને મુંબઇમાં ડીઝલ તેના રેકોર્ડ સ્તરે વેચાઇ રહ્યું છે.