રાજકોટ ગુજરાતની પ્રથમ એઇમ્સમાં આવતીકાલથી ઓપીડી શરૂ કરવા ર્નિણય કરવામાં આવ્યો છે. ૩૧ ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા એઈમ્સનું સમયસર કામ પૂરું કરી દેવા માટે વારંવાર તાકીદ કરવામા આવી હતી. આમ છતાં કામગીરી અધૂરી રહી છે અને પૂરતાં સાધન પણ આવ્યાં નથી. આમ છતાં એઈમ્સમાં પાંચ વિભાગના તબીબો દ્વારા આવતીકાલથી ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘરઆંગણે જ આરોગ્યને લગતી સેવાઓ મળી રહેશે. ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, પેડિયાટ્રિક સહિત ૮ સુવિધા ઉપલબ્ધ થશે. એઇમ્સમાં ૧૭ નોન-એકેડેમિક સિનિયર રેસિડન્ટ તબીબનાં નામ જાહેર રાજકોટ એઈમ્સમાં ર્ંઁડ્ઢ એટલે બાહ્ય રોગ વિભાગ શરૂ થવાને હવે એક દિવસ જ બાકી રહ્યો છે ત્યારે બુધવારે નોન- એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની ભરતીમાં નિમણૂક પામેલા ૧૭ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તબીબો પૂરતા ફર્નિચર સાથે કામ કરવા તૈયાર થયા છે. હવે આવતીકાલે એઈમ્સના ડાયરેક્ટર શ્રમદીપસિંહા અને કોચ દ્વારા એઈમ્સની ઓપીડી ખુલ્લી મૂકશે અને ત્યાર બાદ દર્દીઓને તપાસી નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે.

જાેકે ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે પરંતુ ઓપરેશન થિયરેટર તૈયાર થયા બાદ જરૂરી ઓપરેશનો કરવામાં આવશે. સૌરાષ્ટ્રવાસીઓને હવે અમદાવાદ જવું નહીં પડે. ૫૦ ડોક્ટરોએ ઉમેદવારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે, આ નોન એકેડેમિક સિનીયર રેસિડેન્ટ ડોક્ટરની આશરે ૨૦ જેટલી ભરતી માટે ઈન્ટરવ્યૂ પાછલા અઠવાડિયે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યોની વિવિધ મેડિકલ કોલેજના આશરે ૫૦થી વધુ સ્ડ્ઢ અને સ્જી ડોક્ટર ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે પૈકી રાજકોટ એઈમ્સના અલગ અલગ ડીપાર્ટમેન્ટ માટે કુલ ૧૭ ઉમેદવારોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. માત્ર ૧૦ રૂપિયામાં દર્દીઓની તપાસ કરાશે રાજ્યના કોઇ પણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાના બદલે સીધા રાજકોટની એઈમ્સમાં આવશે. એવું નથી કે એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે જ. કારણ કે માત્ર ૧૦ રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જાે દાખલ થવાની નોબત આવે તો માત્ર ૩૭૫ રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે.