વડોદરા, તા.૧૨

એક તરફ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. શહેરની હોસ્પિટલોમાં જગ્યા નથી. રોજેરોજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે કોરોનાની સારવાર માટે અને ટેસ્ટિંગ બાદનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ખૂલ્લો નંખાતો હોવાની તંત્રની બેદરકારી બહાર આવી છે, જેના કારણે શહેરના અનેક લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાય એવી ભીતિ ઊભી થઈ છે. શહેરના જુદા જુદા બે સ્થળો ઉપર અત્યંત જાેખમી મેડિકલ એવંુ મેડિકલ વેસ્ટ જેમાં કોરોનાના ટેસ્ટિંગ થયા હોય એવી દવાઓના વપરાયેલા બોક્સનો જથ્થો અને કોરોનાના ગંભીર દર્દીઓમાં જીવનરક્ષક ગણાતા રેમડેસિવિર ઈન્જેકશનોની ખાલી વાયલો વપરાયેલી સીરીઝ, નીડલ જેવી અત્યંત ઝડપથી કોરોના ફેલાવે એવા મેડિકલ વેસ્ટ જાહેરમાં પડેલા જાેઈ જે તે વિસ્તારોના લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે. પાલિકાના જ શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર ખાતે હાલ ટેસ્ટિંગ અને રસીકરણ ચાલી રહ્યું છે. એવા સમયે સેન્ટરની બહાર લાગતી લાઈનોની બાજુમાં જ ટેસ્ટિંગની કીટો અને રસી મૂકયા બાદની સીરીઝો, નીડલોનો જથ્થો આમતેમ વિખરાયેલો પડયો હોવાનું લાઈનમાં ઊભા રહેતા શહેરીજનોની નજરે પડે છે. મજબૂરીવશ ટેસ્ટિંગ અને રસી માટે લાઈનમાં અત્યંત જાેખમી મેડિકલ વેસ્ટની લગોલગ લાઈનમાં ઊભા રહેવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે પાછળ જ સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરનું સૂત્ર લખેલું જાેવા મળી રહ્યું છે. કલાલીથી માંજલપુર તરફ જતા બ્રિજ પાસે રોડની લગોલગ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેકશનના વાયલ, ખોખા, સીરીઝો અને નીડલ જેનો ઉપયોગ થઈ ચૂકયો છે, એટલે કે કોરોનાના દર્દીઓને જ અપાયા હોવાથી ચેપગ્રસ્ત થયા જ હશે જાેખમી મેડિકલ વેસ્ટ ઠેર ઠેર પથરાયેલો જાેવા મળી રહ્યો છે. ત્યારે શહેરીજનોમાં સ્માર્ટ સિટી તો શું? સ્વચ્છ સિટી પણ બનાવી નહીં શકતાં પાલિકાના સત્તાધીશો જ કોરોના ફેલાય એવા અત્યંત જાેખમી મેડિકલ વેસ્ટ પ્રત્યે કેમ ઉદાસીન છે એવો રોષ પ્રગટ કરી રહ્યા છે.