દેવગઢ બારિયા-

દાહોદ એસ.ઓ.જી તથા દેવગઢ બારીયા પોલીસે ગત રાતે દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલટેક્ષ નાકા પર થી મારુતિ સ્વીફ્ટ ગાડીમાંથી પાસ પરમીટ વગરનો રૂ.૨૪,૪૫,૩૦૦ની કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડી ગાડીમાં બેઠેલા ત્રણ જાણ પૈકી બે રાજસ્થાની ઈસમોની અટક કરી એક મોબાઇલ તથા ત્રણ લાખની કિંમતની મારુતિ સ્વીફ્ટ ગાડી મળી કુલ રૂ.૨૭.૬૦.૩૦૦નો મુદ્દામાલ કબજે લઇ ત્રણ રાજસ્થાની ઈસમો વિરૂદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી આરોપીઓને કોરોના અંગેનો ટેસ્ટ કરાવી રિપોર્ટ આવીએ થી આરોપીઓને અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

રાજસ્થાન બાજુથી રાજસ્થાન પાસિંગની મારુતિ સ્વીફ્ટ ગાડીમાં અફીણનો મોટો જથ્થો ગુજરાતમાં લવાતો હોવાની દાહોદ એસ.ઓ.જીને બાતમી મળી હતી. બાતમીમાં દર્શાવેલ રાજસ્થાન પાર્સિંગની આર.જે.૨૭.સીએફ.૮૩૨૭ નંબરની ગ્રેનાઇટ ગ્રે કલરની મારુતિ સ્વીફ્ટ વિઆઇડી ગાડી નજીક આવતા જ પોલીસે તે ગાડી ઘેરી લીધી હતી. ગાડીમાં બેઠેલ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર ગામના ઓમપ્રકાશ બાબુલાલ સારણ(બિશનોઈ), રાજસ્થાન ઝાલોર જિલ્લાના સૂરજનાણીયાડી ઢાણીપુર ગામ ના મનોહરલાલ સંગમારામ સારણ ની અટક કરી હતી. જ્યારે રાજસ્થાન ઝાલોર જિલ્લાના હરસવાડા ગામના દિપારામ ઉદારામ બિસનોઈ પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લઈ ગાડીમાંથી રૂ.૨૪,૪૫.૩૦૦/-ની કિંમત નો પાસ પરમીટ વગર નું ૨૪.૪૫૩ કી. ગ્રામ અફીણ તથા રૂ.૧૫,૦૦૦ કિંમતના મોબાઇલ ફોન ઝડપી પાડી રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ ગાડી મળી રૂ.૨૭,૬૦,૩૦૦/-નો મુદ્દામાલ કબજે લઇ પકડાઈ બંને આરોપીઓને કોવીડ-૧૯ અંગેનો ટેસ્ટ કરાવી રિપોર્ટ આવ્યેથી આરોપીઓની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.