કાંઠમંડું-

વિપક્ષ નેપાળી કોંગ્રેસે બુધવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીના અયોધ્યા વિશેના વિવાદિત નિવેદનોની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તેઓ દેશ પર શાસન કરવા માટે "નૈતિક અને રાજકીય આધાર ગુમાવી ચૂક્યા છે".

પક્ષે વડાપ્રધાનની ટિપ્પણી પર શાસક કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળની સરકારની પ્રતિક્રિયાની માંગ કરી હતી, જેમાં ઓલીએ કહ્યું હતું કે અયોધ્યા બિરગંજમાં છે અને રામનો જન્મ નેપાળમાં થયો છે. એક નિવેદનમાં નેપાળી કોંગ્રેસના પ્રવક્તા વિશ્વાસ પ્રકાશ શર્માએ કહ્યું કે તેમનો પક્ષ વડા પ્રધાનના નિવેદન અને વર્તનથી સહમત નથી. શર્માએ કહ્યું કે પીએમ ઓલી દેશ પર શાસન કરવા માટે નૈતિક અને રાજકીય આધાર ગુમાવી ચૂક્યા છે.

નેપાળી કોંગ્રેસના પ્રવક્તા વિશ્વાસ પ્રકાશ શર્માએ કહ્યું કે, વડાપ્રધાનનું નિવેદન સરકારનું સત્તાવાર નિવેદન છે કે નહીં, તે સ્પષ્ટ કરવું જોઈએ. આવા મુશ્કેલ સમયે દુર્ભાગ્યપૂર્ણ છે કે વડાપ્રધાનની જવાબદારી અને કામગીરીમાં મોટો તફાવત દેખાઇ છે.