ગાંધીનગર-

ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કૃષિ બિલ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે વિરોધ પક્ષ કૃષિ બિલ મુદ્દે અપપ્રચાર કરી ભ્રમ ફેલાવી રહ્યો છે. છેલ્લા ૪ વર્ષમાં રાજ્ય સરકારે ૧૫ હજાર કરોડ રૂપિયાથી વધુની કૃષિ પેદાશોની ખરીદી કરી છે. તેમ છતાં કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. નોંધપાત્ર છે કે ઝડફિયાએ જણાવ્યું કે નવા બિલ મુજબ ખેડૂતોને જ્યાં વધુ ભાવ મળશે ત્યાં તેની ઉપજ વેચી શકશે. ત્યારે બીજી તરફ ખેડૂતોની જમીનનો કરાર નહીં થાય માત્ર ખેત ઉત્પાદકનો કરાર કરવામાં આવશે.