અમરેલી-

અમરેલીમાં આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લામાં કોરોના પરીક્ષણની લેબ ફાળવવાની માંગ સાથે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા હતા. પરંતુ ધરણા માટે પોલીસે મંજૂરી આપેલી ન હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ તકે પરેશ ધાનાણીએ સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા..

અમદાવાદ, સુરત પછી હવે ગામડાઓ સુધી કોરોના પહોંચ્યો છે. છેવાડાના જિલ્લાઓ માં પણ કોરોના ના કેસો વધી રહ્યા છે. જે અમરેલી જીલ્લો ગ્રીન ઝોન કહેવાતો હતો તે જિલ્લામાં આજે કોરોનાએ આંતક મચાવ્યો છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમરેલીમાં કોરોનાની લેબ શરૂ કરવા માંગ કરી છે.