રાજકોટ, રાજકોટમાં જનરલ બોર્ડની બેઠકમાં શાસક વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. જનરલ બોર્ડમાં પ્રશ્નોની ચર્ચાના બદલે આરોપ અને પ્રત્યારોડનો દોડ છેડાયો હતો. વિપક્ષના સાગઠિયાએ પ્રોપર્ટી ટેક્સમાં વેપારીઓને રાહત આપવા માગણી કરી હતી. તેમજ ઇમ્પેક્ટ ફીમાં ૪૫ કરોડની કમાણી કરી ૫ કરોડના ખર્ચ કર્યા બાકીનો હિસાબ પણ માંગતા ટેક્સમાંથી મુકિત આપવાની માંગી કરી હતી. જેના પ્રત્યુત્તરમાં મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે ક્રાઈટ એરિયામાં ટેક્સમાં રાહત આપી. તેને અમે ફોલો કરી રાહત આપી જ છે. અમે સરકારને ફોલો કરીએ તમને નહીં.જનરલ બોર્ડમાં બંને પક્ષ આમને-સામને આવી જતા ભારે હોબાળો મચ્યો હતો. જ્યાં મેયરે વધુમાં જણાવ્યું હતું કે, આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિરની નવી ડિઝાઇન તૈયાર છે. ટૂંક સમયમાં રિવરફ્રન્ટ બાબતે તબક્કાવાર કામ શરુ થશે. અને તેના માટે સરકાર પાસે બજેટની જાેગવાઈ કરવામાં આવશે. ઈમ્પકેટ ફી મુદ્દે અમે યોગ્ય કામ કરી રહ્યા છીએ. પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ થાય તે માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. તમે પહેલા તમારા પક્ષની ચિંતા કરો. જે મુદ્દે વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતના કોંગી સભ્યોએ દેકારો મચાવ્યો હતો. જનરલ બોર્ડની બેઠકમાં કોંગી સભ્યોએ ભારે વિરોધકરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ના વિસ્તારોમાં આવેલ હોટેલ, રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેકસ અને જીગ્નેશિયમને તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે તેની સામે અમારા દ્વારા સુધારા દરખાસ્ત લખી આપીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવેલ નાના ઉપેગકારો તેમજ નાના અને મધ્યમ વર્ગના વેપારીઓનો પણ ધંધો કોરોના કાળ દરમ્યાન ચાલ્યો નથી.