છોટાઉદેપુર

છોટાઉદેપુર નગરપાલિકા ના પ્રમુખ નરેન જયસ્વાલ અને તેઓ ના પરિજન અંબુભાઈ જયસ્વાલ સામે ગીતા ગેસ એજન્સી ના માલિક બાલુભાઈ તડવી એ છેતરપિંડી અને એટ્રોસિટી ની કલમો સહીત એફઆઈઆર દાખલ કરાવી હતી.પાલિકા પ્રમુખ નો હોદ્દો ધરાવનાર અને સંપન્ન તેમજ વગદાર એવા આરોપી નરેનભાઈ જયસ્વાલે આ ફરિયાદ સામે રક્ષણ મેળવવા સ્થાનિક અદાલત માં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. આ અરજી ની સુનાવણી ગઈકાલે અદાલત માં ચાલી હતી.આ સુનાવણી માં સરકારી વકીલ સોનલબેન દેસાઈ એ સમગ્ર ઘટનાક્રમ માં સ્થાનિક પોલીસતંત્ર ના કર્મી ઓ ની ગેરશિસ્ત અને ગેરવર્તણૂક સફળતાપૂર્વક અદાલત ના ધ્યાને મૂકી હતી. તેઓ ની દલીલો માન્ય રાખી અદાલતે નરેન જયસ્વાલ ની આગોતરા જામીન અરજી ના મંજુર કરી હતી અને સાથે સાથે જિલ્લા પોલીસ વડા ને હુકમ કર્યો હતો કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ના જે કોઈ કર્મચારી એ પોતાની ફરજ માં ગેરશિસ્ત કે ગેરવર્તણૂક કરી હોય તેની તપાસ કરી તેઓ વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવા.અદાલત ના આ હુકમ થી સંપન્ન અને વગદાર લોકો ની તરફેણ કરતા પોલીસ કર્મચારીઓ માં સોપો પડી ગયો છે.બચાવ પક્ષ ની દલીલ હતી કે ફરિયાદ બે મહિના પછી દાખલ થઇ છે માટે ટકી શકે તેમ નથી. પરંતુ સરકારી વકીલે સાબિત કર્યું હતું કે ફરિયાદ તો તાત્કાલિક જ આપવામાં આવી હતી પરંતુ પોલીસે કોઈપણ કારણોસર એફઆઈઆર દાખલ કરી ના હતી