ડભોઇ

ડભોઇ તાલુકાના ૧૦૯ જેટલા પ્રાથમિક શિક્ષકોને આજરોજ ઉચ્ચતર પગાર ધોરણ ના ઓર્ડર વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે અર્પણ કરવામાં આવ્યાહતા.

તાલુકા શિક્ષણાધિકારી ની કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શિક્ષકોના લાભાર્થે ડભોઇ કોલેજના હોલમાં વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા ના અધ્યક્ષ પણાં હેઠળ હેઠળ પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના ઓર્ડરના વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઇ તાલુકાના લગભગ ૬૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકો પૈકી ૧૦૯ પ્રાથમિક શિક્ષકોને ૯ ,૨૦ અને ૩૧ ઉચ્ચતર પગાર ધોરણ ના લાભો છેલ્લા કેટલાક સમયથી વિલંબમાં પડી ચૂક્યા હતા પરંતુ પ્રાથમિક શિક્ષક સંઘ અને વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા ના અથાગ પ્રયત્નોથી આ તમામ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના ઓર્ડર આવી જતા આજરોજ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મીટીંગ હોલમાં એકત્ર કરી શિક્ષકોને આ ઓર્ડર નો વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે વિસ્તારના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બનાવ્યા સિવાય સમાજ ને સુધારવા ની પણ જવાબદારી શિક્ષકોની છે. શિક્ષક ધારે તે કરી શકે તેમ છે. ત્યારે શિક્ષકોને આહવાન કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં હજુ પણ કેટલીક બદીઓ રહેલી છે જે બદી ને કારણે ડભોઇ તાલુકો કેટલાક વિસ્તારોમાં વિકાસથી વંચિત રહી જાય છે તો આવા વિસ્તારોમાં શિક્ષક પોતાનો થોડો સમય આપી ગ્રામજનોને બધી દુર કરવા પ્રયત્ન કરી ગામનો વિકાસ કઈ રીતે થાય તેના પાઠ ભણાવે કેમ આપવા કરતા શિક્ષકોએ આ આહવાન ઝીલી લીધું હતું.

અઠવાડિયામાં એકવાર શાળા સમય બાદ શિક્ષકોએ આ કાર્ય કરવા ના કોલ પણ આપી દીધા હતા આમ ઉચ્ચતર પગાર ધોરણ ના લાભ સાથે સમાજ સુધારણા ના વચન સાથે આ કાર્યક્રમ મા સોનામાં સુગંધ ભળી હતી આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલ જિલ્લા ના મહામંત્રી જૈમિન ભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધનશયામ ભાઇ પટેલ પદાધિકારીઓ ટીપીઓ સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.