પાદરા.તા.૨૫ 

પાદરા નગર પાલિકા ની ૨૦૧૦ થી ૨૦૧૫ ની સાલ માં નગર પાલિકાના વિવિધ કામોમાં ૧૩.૦૬ લાખનું નગર પાલિકાને આર્થીક નુકશાન કરનાર પાલિકા ના ૨૫ સભ્યોને ૫૨,૨૭૯ રૂપિયા ભરવા માટે પ્રાદેશિક કમિશનર,નગરપાલિકા- વડોદરાએ હુકમ કરતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે.

આગામી નગર પાલિકા ની ચૂંટણીમાં ૨૫ સભ્યો પૈકી જે ઉમેદવારી કરશે એટલે કે જે સભ્ય ને ચૂંટણી લડવી હશે તેને રૂપિયા ૫૨,૨૭૯ ભરવાનો હુકમ થયેલ છે અને જાે તે ભરપાઈ કરવામાં નહી આવે તો ઉમેદવારી પત્ર રદ થાય તેવા સંજાેગો ઉભા થયેલ છે. ચૂંટણી આવતા પેલા હુકમ થતા સભ્યોમાં ભ્રસ્ટાચારી સભ્યો માં દોડધામ મચી જવા પામી છે. જે કુલ ૨૫ સભ્યો માંથી ૨ સભ્ય ના મરણ થયેલ છે. જેમાં એક કોંગ્રસ ના તથા એક ભાજપા ના સભ્ય નો સમાવેશ થાય છે. વિવિધ કામો જેવા કે પાણીની અને ગટર લાઈન અને પાદરા ભૂગર્ભ ગટર યોજના ઘાયજ ગામ નવી નગરી વિસ્તારમાં ગટર લીનનો ભ્રષ્ટાચાર, શિક્ષણ ભરતી કૌભાંડ વગેરે સામેલ છેે. પાદરા નગર પાલિકામાં ૨૦૧૩ માં નગરપાલિકા માં ચાલતા વિવિધ કામોમાં ભ્રસ્ટાચાર બાબતે કાયદેસર ના પગલા લેવા માટે કલેક્ટર વડોદરા ને રજુવાત કરેલ હતી જેમાં પાદરા નગર પાલિકા ના સભ્ય દ્વારા કુલ રૂપિયા ૪૨,૬૧,૫૫૦ ના અંદાજીત આર્થીક નુકશાન થયેલ હોવાનું જણાવેલ હતું તે બાબતો કુલ ૫ સભ્યો ને ગુજરાત અધિનિયમ ૧૯૬૩ની કલમ-૭૦ જાેગવાય અનુસાર વસુલાત કેમ ના કરવી તે અંગે પાદરા નગરપાલિકાએ જે બાબતે સામાન્ય સભામાં ઠરાવ ના આધારે રૂપિયા ૯,૭૨,૧૭૯ નો આર્થીક નુકશાન થયેલ હોય તેમજ ૨૩/૪/૨૦૧૦ સામાન્ય સભા ઠરાવ ૩૩ મુજબ રૂપિયા ૨,૬૯,૧૯૦/- રૂપિયાનું આર્થીક નુકશાન તથા તા.૨૩/૪/૨૦૧૦ સામાન્ય સભા ઠરાવ ૩૨ થી ૬૫,૫૬૨નું આર્થીક નુકશાન થયેલ હોવાનું કસુરવાર થયેલ છે. પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકા વડોદરા ૩૦/૧૨/૨૦૨૦ ના રોજ ગુજરાત નગર પાલિકા હેટળ વડોદરા ના કલેકટર ૩૦/૬/૨૦૧૬ ના અભી પ્રાય ના અહેવાલ મુજબ ફરિયાદી આરોપી બંને ને જુદા જુદા ઠરાવ ને લઇ ને મળી ૧૩,૬૯૨૧/- આર્થીક નુકશાન કર્યું હોવાથી તમામ સભ્ય પાસેથી રકમ વસુલ કરવા હુકમ કરેલ છે.

કોંગ્રેસના પૂર્વ સભ્યો

• ઇન્દીરાબેન પટેલ – મરણ થયેલ છે

• અહેમદભાઈ ઈમામભાઈ મલેક

• વહીદાબેન અનવરભાઈ ગરાસીયા

• સલમાબેન સિરાજભાઈ વોહરા

• અતુલભાઈ કનુભાઈ શાહ

• અશ્વિનભાઈ જશભાઈ પટેલ

• બીપીનભાઈ ગોવિંદભાઈ પટેલ

ભાજપાના પૂર્વ સભ્યો

• રાજુભાઈ મોહનભાઈ રાણા, પ્રમુખ

• વિરબાળાબેન ત્રિવેદી – ઉપપ્રમુખ

• લાલજીભાઈ લક્ષ્મણભાઈ રબારી

• ચૈતાન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા

• દિનેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ

• મનીષાબેન હિતેશભાઈ ભાવસાર

• મંજુલાબેન હસમુખભાઈ વસવા

• ગિરધર ચૌહાણ – મરણ થયેલ છે

• નીલાબેન મુકેશભાઈ ગાંધી

• ગીરીશભાઈ પી માળી

• સરસ્વતીબેન બંસીભાઇ માળી

• મહેશભાઈ રતીલાલ ગાંધી

• રમેશભાઈ ફકીરભાઈ પરમાર

• પ્રતિમાબેન કાલિદાસ ગાંધી

• સુનીલભાઈ ચંદ્રકાંત ગાંધી

• પૂર્ણિમાબેન ભાવસાર

• શૈલેષ પંચાલ