રાનકુવા-

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંચતા દ્વારા આચાર્ય ડો. યોગેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ઇતિહાસ વિભાગ તથા સપ્તધારા સમિતિ અંતર્ગત સરદાર પટેલ ૧૪૫મી જન્મ જયંતી નિમિત્તે તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ થી તારીખ ૧/૧૧/૨૦૨૦ દરમિયાન ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.તથા કોલેજ કેમ્પસમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોકટર કૈલાસબેન ચૌધરી ઓનલાઇન ક્વિઝ નું સંચાલન કર્યું હતું. જેમાં પ્રથમ ક્રમે સોનલ પટેલ રહી હતી. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનલ બહેન પટેલ પ્રથમ ક્રમે આવ્યા હતા.