પેરિસ

ભારતીય સ્ટાર સાઇના નેહવાલે શુક્રવારે અહીં ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિંટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ માટે રોમાંચક મેચમાં અમેરિકાની આઇરિસ વાંગને હરાવી હતી. તે છેલ્લાં બે વર્ષમાં વર્લ્ડ નંબર ૨૦ સાઇનાની પ્રથમ સેમિફાઇનલ હશે. આનાથી તેમના રેન્કિંગ પોઇન્ટ્‌‌સમાં વધારો થશે જેની તેને ટોક્યો ઓલિમ્પિક રમતોમાં પ્રવેશ કરવાની સખત જરૂર છે. આ પહેલા તે છેલ્લે જાન્યુઆરી ૨૦૧૯ માં ઇન્ડોનેશિયા માસ્ટર્સની સેમિફાઇનલમાં રમી હતી અને ત્યાર તે વિજેતા બની હતી. ઈજાના કારણે ગત સપ્તાહે ઓલ ઇંગ્લેંડ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગયેલી ચોથી ક્રમાંકિત સાઇનાએ વર્લ્ડ નંબર ૩૬ વાંગને ૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૧૯ થી હરાવી હતી. તેની આગામી મેચ ડેનમાર્કની લાઇન ક્રિસ્ટોફરસન અને દેશબંધુ ઈરા શર્મા વચ્ચેની મેચની વિજેતા બનશે. 

મેન્સ ડબલ્સમાં કૃષ્ણપ્રસાદ ગાર્ગા અને વિષ્ણુ વર્ધન ગૌર પંજાલાએ ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ અને તોમા જુનિયર પોપોવને ૨૧-૧૭, ૧૦-૨૧, ૨૨-૨૦થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેઓનો મુકાબલો ઇંગ્લેન્ડના કેદ્‌બલમ હેમિંગ અને સ્ટીવન સ્ટોલવુડનો છે. ઇંગ્લેન્ડની જોડીએ એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાની સાતમી ક્રમાંકિત ભારતીય જોડીને ૨૧-૧૯, ૧૮-૨૧, ૨૩-૨૧થી હરાવી.