ધમર્પ્રિયનગરી વડોદરા શહેરમાં શિવોત્સવનો પ્રારંભ શરૂ થયો છે. જે અંતર્ગત આજે કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે નામાંકિત ગાયક કલાકાર ઓસમાણ મીરનો ભજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઓસમાણ મીરને સાંભળવા માટે એકત્રિત થયા હતા અને શિવમય બની શ્રોતાગણ ભક્તિમય ગીતોથી ઝૂમી ઊઠયા હતા.