અમદાવાદ-

અમદાવાદ શહેરના રીક્ષા ચાલકોએ રાજ્યની ભાજપ સરકાર સામે રસ્તાપર આંદોલન ની શરૂવાત કરી છે. અમદાવાદ શહેરના રીક્ષા ચાલકોની હાલત એ વૈશ્વિક મહામારી કોરોના ને પગલે આપવામાં આવેલા લોકડાઉન માં અમદાવાદ શહેર ના રીક્ષા ચાલકોની હાલત એ કફોડી થઈ છે.ત્યારે રાજ્યની ભાજપ સરકર સમક્ષ પોતાની જુદી જુદી 5 માંગણીઓ સાથે રજુવાત કરવા છતાં હજુ કોઈ નિરાકરણ ન આવતા રીક્ષા યુનિયનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એક તરફ કોરોનાની મહામારી ગુજરાતમાં વકરી છે તો બીજી તરફ જાણે ગુજરાતમાં આંદોલનની સિઝન જામી છે. ભાજપ સરકાર માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. બેરોજગારો અને શિક્ષકોના આંદોલન બાદ હવે રિક્ષાચાલકોએ રૂપાણી સરકાર સામે બાંયો ચડાવી છે. રિક્ષાચાલકોએ પોતાનામાં ઉકેલ્યા પ્રશ્નોને લઈને આંદોલન છેડ્યું છે. તેમની માગણી છે કે, લોકડાઉન બાદ રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. આ સંજોગોમાં ટ્રાફિક પોલીસ મેમા ફાડી ખોટી રીતે રિક્ષાચાલકોને હેરાન કરે છે.

રિક્ષાચાલકોએ રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે, ત્રણ મહિનાના ૧૫ હજારની સહાય સરકાર ચુકવે. આ ઉપરાંત સરકાર લાઈટ બિલ, ટેક્સ બિલ અને બાળકોની ફીમાં પણ રાહત આપે તેવી રિક્ષાચાલકોની માંગ છે. એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો ગુજરાત સરકારનો બહિષ્કાર કરવામાં આવશે અને આંદોલનને વધુ વેગવાન બનાવવામાં આવશે. અમદાવાદના બે લાખ રિક્ષાચાલકોએ રીક્ષાઓની પાછળ અમારી ભૂલ કમળનું ફૂલ એવા સૂત્રો સાથે બેનરો ચોંટાડી વિરોધ શરૂ કર્યો છે.