દિલ્હી-

અમરિકાની દિગ્ગજ કંપની ફાઇઝરે ભારતમાં પોતાની કોવિડ-૧૯ વેક્સીનને જલ્દી મંજૂરી આપવાની માંગ કરતા અધિકારીઓને કહ્યુ છે કે આ વેક્સીન ભારતમાં ફેલાયેલા કોરોના વેરિઅન્ટ વિરૂદ્ધ ઘણી અસરદાર છે અને તેને ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ આપી શકાય છે. ફાઇઝરે એમ પણ કહ્યુ છે કે તેમની વેક્સીનને એક મહિના માટે બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખી શકાય છે.
ફાઇઝર જુલાઇથી ઓક્ટોબર ૨૦૨૧ વચ્ચે ભારતને વેક્સીનની પાંચ કરોડ ડોઝ આપવા તૈયાર છે પરંતુ તેની માટે તેને નુકસાન થવા પર વળતર સહિત કેટલીક અન્ય છૂટ માંગી છે.

ફાઇઝરે ભારતીય અધિકારીઓ સાથે તાજેતરમાં એક બેઠક દરમિયાન કેટલાક દેશ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી તેના રસીના પ્રભાવકારી પરીક્ષણો અને મંજૂરીના સબંધમાં લેટેસ્ટ આંકડા પણ રજૂ કરે. એક સુત્રએ જણાવ્યુ કે ભારત સરકાર અને ફાઇઝરના ચેરમેન એલ્બર્ટ બૂર્લા વચ્ચે તાજેતરની બેઠકો બાદ બન્ને પક્ષ ભારતમાં કોવિડ-૧૯ વેક્સીનના એપ્રૂવલમાં ઝડપ લાવવા માટે ત્રણ મુખ્ય મુદ્દા પર સંયુક્ત રીતે કામ કરવા પર સહમત થયા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રસીની ખરીદી, વળતર અને જવાબદારી અને મંજૂરી પછીના પુલ અભ્યાસ અંગેની નિયમનકારી આવશ્યકતાઓ શામેલ છે. ફાઇઝરે સરકારને મોકલેલા પોતાના મેસેજમાં કેન્દ્ર સરકાર દ્વારા રસીની ખરીદી પર સહમત થવા અને વળતર અને જવાબદારી સંરક્ષણ પર વિચાર કરવા પર સહમત થવાને લઇને ભારત સરકારનો આભાર માન્યો છે.