ગાંધીનગર-

સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે પણ યથાવત રાખવામાં આવી છે. નિયમ પ્રમાણે ૯૦ દિવસ સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે મગફળીના ટેકાના ભાવે ખરીદી બાબતે ખેડૂતોમાં ઓછો પ્રતિભાવ મળી રહ્યો છે. કારણ કે, ટેકાના ભાવ કરતાં જાહેર બજારમાં ભાવ વધુ હોવાના કારણે ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓછી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા હોવાનું નિવેદન રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાએ આપ્યું હતું.

આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠક પુર્ણ થયા બાદ રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે હાલમાં મગફળીની ખરીદી ચાલી રહી છે. ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે બીજી તરફ જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડ મામલે પણ નિવેદન આપ્યું હતું.આ દરમિયાન તેમણે જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડ મામલે પણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડ સામે આવ્યું છે. નબળી મગફળી મુદ્દે તપાસ કરવામાં આવશે. 6 ટ્રક બોરીઓ નબળી ગુણવત્તાની પરત કરાઇ. નબળી ગુણવત્તાની મગફળીની સફાઇ કરવામાં આવશે. નાફેડ દ્વારા ચેકિંગ કરતા નબળી ગુણવત્તાની મગફળી મળી આવી. તમામ મગફળીના સ્ટોકનું રેન્ડમ ચેકિંગ કરાશે.