ગાંધીનગર, તા.૧૬ 

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના ૬૮ તાલુકામાં સવારે ૬થી ૧૦ વાગ્યાના દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ કચ્છના મુન્દ્રામાં નોંધાયો છે. કચ્છના ગાંધીધામ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં ૧૭ મિમિ, રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં ૧૩ મિમિ, સાબરકાંઠાના પોશીના, તાપીના ઉચ્છલ, અરવલ્લીના મોડાસા, છોટા ઉદેપુરના જેતપુર પાવી, ડાંગના વધઈ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વડોદરાના પાદરામાં ૧૧ મિમિ તથા કચ્છના માંડવીમાં ૧૦ મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ ૭ ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો. રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સક્્ર્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ૪૮ કલાક ભારે વરસાદ ખાબકી શકે છે.