અમદાવાદ, શિક્ષણ સંસ્થાઓ ધીરે ધીરે કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. ત્યારે અમદાવાદની નામાંકિત શિક્ષણ સંસ્થા એવી આઈ આઈ એમ મા કોરોના વિસ્ફોટ થયો છે. આઈ આઈ એમ સંસ્થાના ૬ વિધાર્થીઓ જે નરેન્દ્રમોદી સ્ટેડિયમમા મેચ જાેવા ગયા હતા જેમાંથી ૫ વિધાર્થીઓ કોરોનાની ઝપેટ માં આવી ગયા છે. હજારોની સંખ્યા વચ્ચે બેઠેલા આ ૫ વિધાર્થીઓ કોરોના સુપર સ્પ્રેડર બન્યા હતા. જાેકે તંત્ર હરકત મા આવતા ત્યાં ના ૨૦ જેટલા રૂમ માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન માં મૂકી દેવામાં આવ્યા છે.

આઈ આઈ એમ મા કોરોના વિસ્ફોટ થતા તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક ત્યાંના તમામ વિધાર્થીઓના કોરોમાં ટેસ્ટ થતા ત્યાં ૩૮ વિધાર્થીઓ પોઝિટિવ નીકળ્યા હતા અને ત્યાં ના સ્ટાફ પણ કોરોના ની ઝપેટ મા આવી ગયો હતો. આ ૫ વિધાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના ના લક્ષણો પણ છુપાવ્યા હતા. જેથી આ વિધાર્થીઓ સુપર સ્પ્રેડર બન્યા હતા. આ કોર્પોરેશન ઘ્વારા ત્યાં ટેસ્ટિંગ માટે એક ડોમ બનાવી દેવામા આવ્યો છે. જાેકે તંત્રની બેદરકારીથી આ કેસોમાં વધારો થઈ રહ્યો છે. નરેન્દ્રમોદી સ્ટેડિયમમા મેચ જાેવા આવેલા હજારો લોકો કોરોના ની ઝપેટ મા આવી ગયા છે. ધીરે ધીરે વધી રહેલા કેસો તંત્રની ગોર બેદરકારી સામે લાવી રહી છે.