આણંદ : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ન્યાયાલય અને તાલુકાની કોર્ટર્ેમાં કોવિડ-૧૯ની મહામારીને કારણે ઈ-લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈ-લોક અદાલતમાં પક્ષકારો અને તેમના વકીલ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સામાધાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.   

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય ન્યાયાધિશ અને ચેરમેન પી.એમ.રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઈ-લોક અદાલતમાં એમએસીપીના કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોસિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, વીજળી તથા પાણીના કેસો મળીને કુલ ૩૧૭ કેસો સમાધાન માટે રાખવામાં આવ્યાં હતાં, જેમાંથી ૨૦૯ કેસોનો સફળતા પૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઈ-લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલાં કેસોની વિગતો જાેઈએ તો મોટર અકસ્માતને લગતાં વળતરનાં કેસોમાં કુલ ૬૨ કેસોનો સુખદ નિકાલ કરી રૂ. ૧.૬૦ કરોડ, નેગોસિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ - ૧૩૮ના ૩૬ કેસોનો સુખદ નિકાલ કરી ૭૩ લાખ, ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાંના, બેંકને લગતાં કેસોમાં સુખદ સામાધાન થયેલ છે.

ઈ-લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદની કચેરી દ્વારા પી. એમ રાવલની અધ્યક્ષતામાં અને તેમના માર્ગદર્શન હેઠળ સચિવ એ.એમ. પાટડિયાએ વીમા કંપનીના અધિકારીઓ અને સંલગ્ન વિ.વકીલો સાથે ઈ-લોક અદાલતમાં વધુમાં વધુ કેસો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સફળતા પૂર્વક નિકાલ આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ આણંદના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એ.એમ પાટડિયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.