મુંબઈ-

કોરોના વાયરસ સંકટની વચ્ચે દેશના અલગ-અલગ ભાગોમાં બ્લેક ફંગસના કેસો ચિંતા વધારી રહ્યા છે. મુંબઈમાં બ્લેક ફંગનો શિકાર થયેલા ત્રણ બાળકોની આંખ નીકાળવી પડી છે. જાણકારી પ્રમાણે ત્રણેય બાળકો કોરોનાથી રિકવર થઈ ચુક્યા હતા, પરંતુ બાદમાં બ્લેક ફંગસનો શિકાર બન્યા. મુંબઈની પ્રાઇવેટ હૉસ્પિટલમાં આવેલા આ કેસોમાં ત્રણ બાળકોની ઉંમર ૪, ૬ અને ૧૪ વર્ષ છે. ડૉક્ટર્સના પ્રમાણે, ૪ અને ૬ વર્ષના બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો નથી, જ્યારે ૧૪ વર્ષના બાળકમાં છે.

આ ઉપરાંત એક ૧૬ વર્ષની છોકરી પણ છે, જે કોરોનાથી રિકવર થયા બાદ ડાયાબિટીસનો શિકાર થઈ ગઈ. છોકરીના પેટમાં બ્લેક ફંગસ જાેવા મળ્યું હતુ. મુંબઈની એક પ્રાઇવેટ હૉસ્પિટલની ડૉ. જેસલ સેઠના જણાવ્યા પ્રમાણે આ વર્ષે તેમની પાસે બ્લેક ફંગસના ૨ કેસ આવ્યા. બંને બાળકો સગીર હતા. ૧૪ વર્ષની બાળકી જે ડાયાબિટીસનો શિકાર હતી તેની તબિયત ઠીક નહોતી. હૉસ્પિટલમાં ભરતી થયાના ૪૮ કલાકની અંદર છોકરીમાં બ્લેક ફંગસના લક્ષણો જાેવા મળ્યા.

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે છોકરીની આંખ હટાવવી પડી. ત્યારબાદ લગભગ ૬ અઠવાડિયા સુધી તેની દેખભાળ કરવામાં આવી. સારી વાત એ છે કે ઇન્ફેક્શન તેના મગજ સુધી ના પહોંચ્યું, પરંતુ તેણે પોતાની આંખ ગુમાવવી પડી. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ૧૬ વર્ષની બાળકીમાં પહેલાથી ડાયાબિટીસના લક્ષણો નહોતા, પરંતુ કોરોનાથી રિકવર થયા બાદ તેને કેટલીક મુશ્કેલી આવી. બ્લેક ફંગસ પેટ સુધી પહોંચી ગયું. તો ૪ અને ૬ વર્ષના બાળકોની સારવાર એક અન્ય પ્રાઇવેટ હૉસ્પિટલમાં કરવામાં આવી. હૉસ્પિટલના જણાવ્યા પ્રમાણે જાે બાળકોની આંખ ના નીકાળી હોત તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાત.