અમદાવાદ, અમદાવાદ માં કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યું રોજના ૫૦૦ થી ૬૦૦ કેસ નોંધાઇ રહયા છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક માનવામાં આવી રહી છે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમા બેડ ભરાઈ રહયા છે જે પણ કોરોના દર્દીઓ આવે છે તેમને ઓક્સિજનની જરૂર વધારે પ્રમાણમાં પડી રહી છે. હવે કોરોનાનું સંક્રમણ બાળકોમાં પણ વધી રહ્યું છે. જે સરકાર અને પ્રજા માટે ખૂબ જ ચિંતાજનક છે. બાળકોમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ૧૧ વર્ષથી નીચેના ૬ બાળકોને કોરોના થયો છે. બાળકોને કોરોના વધતા ડોકટરો અને માતા પિતામાં ચિંતા વધી ગઈ છે. પહેલા વૃદ્ધાઓને કોરોના વ્યાપક પ્રમાણમાં જાેવા મળી રહ્યો હતો. અત્યારે બાળકોમાં ધીરે ધીરે કોરોના વધ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકો ની સારવાર માટે અલગ વોર્ડ બનાવમાં આવ્યો છે. જેમાં પોઝીટીવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલના ડોકટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે હવે બાળકોમાં કોરોના વધી રહ્યો છે. તેથી તમામ માતા- પિતાએ સાવચેત રહેવું પડશે. ખાસ કરીને  સગર્ભા મહિલાઓએ હવે વધારે સાવચેત રેહવું પડશે .ઉલ્લેખનીય છે કે સીવીલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો ૫૪૦ પર પહોંચ્યો છે. ૬૦૦ બેડની હોસ્પિટલ લગભગ ફૂલ થવાના આરે છે. ત્યારે જાે દર્દીઓ વધશે તો ન્યુ કિડની હોસ્પિટલમાં તેમને રીફર કરવામાં આવશે.૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરવામ મા આવશે જાેકે રસીકરણ અભિયાન પુર જાેશ માં વધી રહ્યું છે તેથી કોરોના કાબુમાં આવી શકે તેવું પણ શક્ય છે.

ખાનગી હોસ્પિટલોમા પણ દર્દીઓ વધ્યા

કોરોના વધતા ખાનગી હોસ્પિટલોમા બેડ વધારવાની જરૂર પડી રહી છે કારણકે રોજ ના ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે જેમાં ૪૦ થી ૫૦ દર્દીઓને ઓક્સીજનની જરૂર પડે છે . ૯૧ જેટલી હોસ્પિટલ મા કોરોના ની સારવાર ચાલી રહી છે જેમાં ૧૫ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે ત્યાં સારવાર માટે જગ્યા નથી મળતી દર્દીને ત્યારે ૧૦ હોસ્પિટલ એવી છે કે જયાં ૪ થી ૫ જ બેડ બચ્યા છે.  જાે આજ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં ૪૦૦૦ બેડની વ્યવસ્થા કરવી પડશે જાેકે આ નવા લક્ષણોમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર વધારે પડી રહી છે અને ઉમર વાળા દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવી રહયા છે