જામનગર-

હાલની કોવિડ-19 મહામારીમાંથી સાજા થયેલ દર્દીઓમાં ફૂગ ઇન્ફેક્શન (મ્યુકોર માઈકોસિસ) નું સંક્રમણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેની સમયસર નિદાન અને સારવાર ન થાય તો તે પ્રાણઘાતક બની શકે છે. આ રોગમાં મુખ્યત્વે ત્રણ જાતના લક્ષણો જોવા મળે છે, જેમાં આંખ, નાક (સાઈનસ) અને મોઢામાં (દાંત અને પેઢા) ને લગતા લક્ષણો જોવા મળે છે. ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર, ખાતે આવા દર્દીઓની વહેલી તકે પ્રાથમિક નિદાન અને સારવાર થાય તે માટેનું એક સેન્ટર નીચેના સરનામે તેમજ સમયે તારીખ 10/5/21 થી તાત્કાલિક ધોરણે ચાલુ કરવાનું જાહેર જનતાના હીત મા નક્કી કરવામાં આવ્યું છે. હાલ અહી 10 જામનગર જીલ્લાના અને 1 પોરબંદરના દર્દી સારવાર લઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં જામનગરમાં મ્યુકરમાઈકોસિસના 20 જેટલા દર્દીઓ નોંધાયા છે. કોરોના થયા બાદ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ રોગ થવાની શકયતા રહેતી હોવાનો તબીબોએ મત વ્યક્ત કર્યો છે.