પાદરા : પાદરા ના તાજપુરા ગામ ના ખેડૂતો ના ખેતરમાં નાખવામાં આવી રહેલી આઇઓસીની પાઇપલાઇનની કામગીરી સમયે ખેડૂતોના ખેતરોમાં પંચકયાસ કર્યા વિના જ કામગીરી કરતા હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પાદરા ના ગણપતપુરા ગામ ની સિમ ને અડીને આવેલા તાજપુરા ગામ ના ખેડુતો ના ખેતરમાં હાલ કોયલી થી દહેજ સુધી પાઇપલાઇન બિછાવવા ની કામગીરી ચાલી રહી છે. જેમાં તાજપુરા ના ખેડૂતો એ આક્ષેપ સાથે ભારે હોબાળો માચવી ને કામગીરી અટકાવી હતી. જેમાં ખેડૂતો ના ખેતરમાં કંપનીએ જાણ કર્યા વિના અને ઉભા પાકને અને વૃક્ષો ની ઉપર જેસીબી ફેરવીને નુકશાન કરતા ભારે હોબાળો મચ્યો હતો, અને વળતર માટે પંચકયાસ કર્યા વિના ના નુકશાન કર્યું હોવાથી ભારે હોબાળો મચાવ્યો હતો. આઇઓસીના અધિકારીઓ ખેડૂતો ને પંચક્યાસ ની કોપી આપ્યા વિના જ પોલીસ બંદોબસ્ત સાથે પાઇપલાઇન નાખવાની કામગીરી કરતા ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ પંચક્યાસ કરવાની માંગ સાથે તેની કોપી આપવાની માગ કરી હતી. 

કો૫ી આપ્યા વિના જ કામગીરી કરતાં હોબાળો

આઇઓસીના અધિકારીઓ દ્વારા ખેડૂતો ને પંચક્યાસ ની કોપી આપ્યા વિના જ પોલીસ બંદોબસ્ત સાથે પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતા ગામના ખેડૂતો એ હોબાળો મચાવ્યો છે.

ઉમંગભાઈ પટેલ (ખેડૂત, તાજપુરા, તા.પાદરા)

કોપી ન મળે ત્યાં સુધી કામ અટકાવી દેવાની માગ

ખેડૂતો ના આ પ્રશ્ન અંગે અમો તથા તાજપુરા ના સરપંચ ઘુવીત પટેલ ને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, અને જ્યાં સુધી ખેડૂતો ને પંચક્યાસ ની કોપી ન મળે ત્યાં સુધી કામ અટકાવી દેવાની માગ કરી હતી. ઠાકોરભાઈ પટેલ (પ્રમુખ, ભારતીય કિસાન સંઘ વડોદરા જિલ્લા)

પંચક્યાસની કોપી પણ આપવામાં આવશે

પાદરા પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.જ્યાં ર્ૈષ્ઠઙ્મ ના પાઇપલાઇન નાખવનના કન્ટ્રક્શન મેનેજર જણાવ્યું હતું વર્ષો અગાઉ વળતર ચૂકવી આપવામાં આવ્યું છે અને ગાઈડલાઈન મુજબ જે પણ હશે તે આપવામાં આવશે અને પંચક્યાસ ની કોપી પણ આપવામાં આવશે અને પંચક્યાસની કામગીરી પણ ચાલી રહી છે અને કામગીરી સુચારુ રૂપથી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

દેવેન્દ્ર ગામીત ( કન્ટ્રક્શન મેનેજર)