ડભોઇ, તા.૨૦ 

ડભોઇના ૧૧૮ ગામ ના ખેડૂતો માટે જી.એસ.એફ.સી. અને ગુજકોમાસોલ માથી પૂરતા પ્રમાણ માં યુરિયા લોકડાઉન ને પગલે ખેડૂતો ખાતર માટે વલખાં મારી રહ્યા છે.

ફેબ્રુઆરીએ માસ થી લોકડાઉન ત્રણ માસ સુધી રહ્યું હતું હજી પણ સંપૂર્ણ લોકડાઉન કોરોના ને કારણે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી ડભોઇ ના ખેડૂતો પોતાની વ્યથા દર્શાવી રહ્યા છે. અનલોક ૧-૨ માં જ્યારે થોડી છૂટ સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. જુલાઇ માસ થી વરસાદી સિઝન નો પ્રારંભ થઈ ગયો છે જેને લઈ ખેડૂતો પોતાના ખેતર માં પાક ઉત્પાદન ની તૈયારીઓ કરી ને બેઠા છે પણ ડભોઇ ના ૧૧૮ ગામ ના ખેડૂતો માટે જી.એસ.એફ.સી. અને ગુજકોમાસોલ માથી પૂરતા પ્રમાણ માં યુરિયા ખાતર ડભોઇ ના ડેપો સુધી આવતું ન હોય ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં યુરિયા ખાતર ન માડતું હોવાની બૂમો ઉઠવા પામી છે જ્યારે ડભોઇ માં ગુજકોમાસોલ ના ડેપો ની બહાર વહેલી સવાર થી જ ખેડતુઓ નો જમાવાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસ થી ખાતર આવ્યું નથી ત્યારે ખેડૂતો ખાતર લેવા માટે સોસિયલ ડિસ્ટન્સ ને ભૂલી જઇ ખાતર લેવા પડાપડી કરી રહ્યા છે.ડભોઇ અને આસપાસ ના ૧૧૮ ગામોના ખેડૂતો હાલ વરસાદી માહોલ ને ધ્યાન માં લઈ ખેતી કામે લાગ્યા છે. ખેતર માં પાક માટે બીજ રોપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પણ ડભોઇ ના ખેડૂતો ને છેલ્લા એક માસ થી ગુજકોમાસોલ અને જી.એસ.એફ.સી.માથી આયાત થઈ આવતું યુરિયા ખાતર પૂરતા પ્રમાણ માં આવતું નથી.