સુરત

કોરોના સંક્રમણ વચ્ચે શાળાઓ છેલ્લા આઠેક માસથી બંધ છે. જાે કે હવે ૨૩મીથી ફરી શાળા શરૂ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને ખાસ એસઓપી તૈયાર કરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે વાલીઓમાં નારાજગી છે. વિદ્યાર્થીઓની જવાબદારી વાલીઓ અને શાળા સંચાલકો લેવા તૈયાર નથી. જેથી વાલીઓ પાસે વિદ્યાર્થીની જવાબદારી માટેના સંમતિ પત્ર પર સહિ કરવાનો ઈન્કાર કરતાં વાલીઓ કહી રહ્યા છે કે, અમે ડેથ સર્ટિ પર સહિ નથી કરવાના. જવાબદારી શાળા કે સરકારે લેવી જાેઈએ. અથવા કોરોના સંક્રમણ પછી સ્કૂલ શરૂ કરવી જાેઈએ.

હાલ ઓનલાઈન શિક્ષણ જ શરૂ રાખવું જાેઈએ. ૨૩ મી નવેમ્બર થી રાજ્યની સરકારી અને ર્સ્વનિભર તેમજ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થવા જઈ રહી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસઓપી જાહેર કરવામાં આવી છે. ઓડ -ઇવન મુજબ ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓને અભ્યાસ માટે શાળાએ બોલાવવા વાલીઓ પાસે સંમતિપત્રક પર હસ્તાક્ષર લેવા શાળાઓને સૂચન કરવામાં આવ્યા છે. જાે કે વાલીઓ રાજ્ય સરકાર ની એસઓપી અને સંમતિપત્રક સામે નારાજગી દર્શાવી રહ્યા છે. સુરતના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શાળાએ મોકલવા અસમર્થતતા દર્શાવી છે.