નાંદરવા : પંચમહાલ ના શહેરા તાલુકાના નાંદરવા ગામે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર આવેલું છે. આ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સાથે જાણે કે આરોગ્ય કેન્દ્ર જ કોરોના ને ફેલાવા માટે દવાખાના આગળ ગેટ પાસે વપરાયેલા માસ્ક અને દવાની ખાલી બોટલો તથા મોટી સંખ્યામાં મેડિકલ વેસ્ટ નો ઢગલો કોરોનાને નોતરી રહ્યો છે.મેડિકલ વેસ્ટના ઢગલાના કારણે દવાખાને આવતા દર્દીઓ આ મેડિકલ વેસ્ટને જોઈને ભય સાથે દવાખાનામાં આવે છે. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જાણે કે દવાખાનામાં આવતા જ ના હોય તેવી દુર્દશા જોવાઈ રહી છે. સરકાર મેડિકલ વેસ્ટ માટે મેડીકલ વેસ્ટની વાન પણ મોકલે છે ત્યારે આ આરોગ્ય કેન્દ્ર પર મસમોટા ઢગલો મેડિકલ વેસ્ટના વપરાયેલા માસ્ક, દવાની બોટલો અને મોટી સંખ્યામાં વપરાયેલા ગ્લોઝ ને જોઈ દર્દીઓમાં મૂંઝવણ અને ભય છે.