ડભોઇ, ડભોઇ કેવડીયા સુધી નવી રેલ્વે લાઇન નાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડભોઇ રેલ્વે સ્ટેશન અધ્યતન બનવામાં આવ્યું છે ત્યારે ગાયકવાડી શાસનકાળ નું રેલ્વે સ્ટેશન તોડી નાખવામાં આવ્યું છે. હાલ નવા રેલ્વે સ્ટેશન નો ગેટ જૂનો હતો ત્યાં ગેટ બંધ કરી નવો ગેટ આપવામાં આવ્યો છે ત્યારે વેપારીઓ માં ભારે રોષ ની લાગણી છે. જૂનો ગેટ જાે બંધ થઈ જશે તો રેલ્વે સ્ટેશન રોડ વિસ્તાર ના વેપારીઓ ને ભારે નુકશાન વેઠવું પડે તેમ હોય વેપારી મહાજન દ્વારા સાંસદ ગીતાબેન રાઠવાને પત્ર લખી જૂનો ગેટ કાર્યરત રાખવા માંગ કરી છે. ડભોઇ નગર જ્યાં એશીયા નું સૌથી મોટું રેલ્વે જંકશન ગાયકવાડી સાસણ કાળ દરમ્યાન બનવામાં આવ્યું હતું. આ જંકશન ની નજીક થી જેતે સમયે ગાયકવાળ સરકાર દ્વારા નગર માં પ્રવેશવા માટે ડભોઇ ના શીરોમણિ એવા ભક્ત કવી દયારામ ના નામ થી મુખ્ય બજાર ને જાેડતો રસ્તો બનવામાં આવ્યો હતો હાલ આ રેલ્વે સ્ટેશન ને તોડી નવું અધ્યતન રેલ્વે સ્ટેશન બનવામાં આવ્યું છે ત્યારે મુખ્ય બજાર ને જાેડતા ભક્ત કવી દયારામ માર્ગ ઉપર નો મુખ્ય ગેટ ને બંધ કરી રેલ્વે તંત્ર દ્વારા નવો ગેટ બનવામાં આવ્યો છે જે રસ્તો નાનો હોય અને અને અકસ્માત ના બનાવો વધુ બને તેમ હોય ડભોઇ વેપારી મહાજન મંડળ દ્વારા જૂનો ગેટ જ કાર્યરત રાખવા માટે સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ને પત્ર લખી માંગ કરવામાં આવી છે વધુ માં જૂના ગેટ ઉપર મોટા ભાગે વેપારીઓ ને દુકાનો આવેલ છે જે ટ્રેન મારફત આવતા મુસાફરો માટે મુખ્ય બજાર ને જાેડાવા જૂનો ગેટ વધુ ઉપયોગી છે ત્યારે જૂનો ગેટ ચાલુ રાખવામા આવે જેથી વેપારીઓ ને આર્થીક ભારણ ના પડે અને ગ્રાહકો ને બજાર સુધી પહોચવામાં સરળતા રહે.