છોટાઉદેપુર : છોટાઉદેપુર નગર રજવાડી નગર છે. અહીં રાજવી મહેલો નગર ની વચ્ચોવચ કુસુમ સાગર તળાવ અને બાગ બગીચા નગરની રજવાડી છાપ જાળવી રાખી છે. પરંતુ હાલના સત્તાધીશો ની બેદરકારી નગરની શાન જેવા કુસુમ સાગર તળાવની ગંદકી અને તેમાં ઉગેલી વેલોને કારણે બિસમાર બની ગઈ છે.  

નગરની વચ્ચો વચ આવેલા આ તળાવમાં ગંદકી ના કારણે પ્રજા પરેશાન થઇ રહી છે. દર વર્ષે કુસુમ સાગર ની સહેલગાહે આવતા વાગોળ પક્ષીઓમાં પણ આ ગંદકીના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. નગર પાલિકા દ્વારા આ તળાવના સુશોભન માટે કરવામાં આવેલી એલ.ઈ.ડી લાઈટો બંધ હાલતમાં જણાય છે. નગરના સાશકો અનેકવાર આ મખયમાર્ગ ઉપરથી પસાર થતા હોવા છતાં તેમને આ ગંદકી નજરે નથી ચઢતી એવું હાલ તો નગરની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. હાલ ચાલી રહેલી કોરોના જેવી મહામારીમાં પણ પાલિકા તંત્ર દ્વારા સફાઈ પ્રત્યે દુર્લક્ષ સેવવું કદાચ નગરની પ્રજાએ તેનું દુષ્પરિણામ ભોગવવું પડે તો કદાચ નવાઈ જેવું નહિ રહે. દર સાલ તળાવની સાફ સફાઈ ના બહાને લાખો રૂપિયા ખર્ચ પાલિકા ના ચોપડે પડે છે. આ અગાઉ પણ નગર પાલિકા સદસ્ય વંદન પડ્યા અને પ્રશાંત પટેલ દ્વારા પાલિકા ના ચીફ ઓફિસર રજૂઆત કરી હતી જેનું મીડિયામાં પણ કવરેજ લેવામાં આવ્યું હતું. પરંતુ તેઓ સત્તાપક્ષે ના હોઈ પૂર્વગ્રહ રાખી કુસુમ સાગર તળાવ બાબતે અનદેખી કરવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. આજ રોજ સદસ્ય દ્વારા ફરીથી ચીફ ઓફિસર ને રૂબરૂ તેમજ પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. સત્તાની સાઠમારીમાં રાચતા સત્તાધિશો નગરની શોભા સમાન કુસુમ સાગર ની સફાઈ કરાવશે કે કેમ એતો આવનાર સમય જ બતાવશે. હાલ ના કોરોના ના કપરા સમય માં નગર ની પ્રાથમિક જરૂરિયાત બાબતે પાલિકા ના સત્તાધીશો કુસુમ સાગર તળાવની સફાઈ તાત્કાલિક ધોરણે કરાવે તે જરૂરી છે.