ભરૂચ, ભરૂચમાં બિસ્માર રોડ રસ્તાઓથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. શહેરમાં કેટલાય રોડ રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જાેઈ શકાય છે. ગટર યોજનાના કામ અર્થે ખોદી કાઢેલા રોડ રસ્તાઓ આખા ચોમાસા દરમિયાન તેમજ હાલમાં પણ તેનું યોગ્ય સમારકામ થયું નથી. સ્થાનિકોને પડતી હાલાકી અંગે તંત્ર ઊંઘતું ઝડપાયું છે. ત્યારે આવનારી ચૂંટણીને અનુલક્ષીને ભરૂચનાં નવી વસાહતમાં રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ નવી વસાહત પાસે આવેલી ખુલ્લી ગટરોમાં અવાર-નવાર પશુઓ ગફલતભરી પડી જાય છે. નવી વસાહતનાં રહેવાસીઓએ રોડનાં કામકાજનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. ભરૂચમાં આવેલા આ વિસ્તારમાંથી ગટર પસાર થાય છે જે તૂટેલી છે જે વારંવાર લીકેજ થાય છે તો નગરપાલિકા દ્વારા જે રોડની કામગીરી કરવામાં આવે છે તેનો નવી વસાહતનાં રહેવાસીઓ ઉગ્ર વિરોધ કર્યો છે અને જણાવ્યુ છે કે ઠેર-ઠેર અહીં ખુલ્લી ગટરો છે જે બંધ અને આર.સી.સી. ની બનાવવાની આવશ્યકતા છે. ગટરમાં જે ૪ જગ્યાઓ પર ડ્રેનેજ છે તે ડ્રેનેજને નવી રીતે બનાવવા જાેઈએ જાે અહીં પહેલા ગટરની કામગીરી કરવામાં નહીં આવે તો રોડની કામગીરી પણ અમારા દ્વારા તંત્રને કરવા દેવામાં નહીં આવે. નવી વસાહતનાં રહેવાસીઓ દ્વારા રોડની કામગીરી અટકાવી પહેલા અહીં ગટરોની કામગીરી કરવામાં આવે ત્યારબાદ જ રોડ રસ્તાની કામગીરી કરવા દેવામાં આવશે તેવી માંગણી કરી છે. રોડ રસ્તાઓ બનાવ્યા બાદ થોડા જ સમયમાં ગટર, પાણી લાઇન, ગેસ લાઇન, કે અન્ય ઉપયોગ માટે ખોદી કાઢી તેને ફરીથી બિસ્માર હાલતમાં છોડી દેવામાં આવે છે. પ્રજા વિકાસના કામના નામે બિસ્માર રોડ રસ્તાઓ ઉપરથી પસાર થવા મજબૂર બને છે.