વડોદરા 

નંદેસરી માં આવેલ વિવધ કેમિકલ કંપનીઓ દ્વારા ચોમાસાની રૂતુમાં નજીકમાં આવેલ લાલપુરા વિસ્તાર માં કેમિકલ યુક્ત વેસ્ટ પાણી બેરોકટોક છોડવામાં આવી રહ્યુ છે.

કેમિકલ કંપનીઓ દ્વારા ખુલ્લા માં છોડવામાં આવતા વેસ્ટ કેમિકલ સામે કડક પગલાં ભરવા પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માં ફરિયાદ કરવામાં આવી હતી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારી ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

બેરોકટોક પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ડર વગર કેમિકલ યુકત વેસ્ટ પાણી ખુલ્લામાં ઠલવાઇ રહ્યું છે, આ કેમિકલ યુક્ત પાણી ના લીધે સ્થાનિકો ના પશુઓ ને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસ ચારો પણ આ પાણી થી બળી જાય છે, આ ખુલ્લા માં નીકળી રહેલ કેમિકલ વેસ્ટ પાણી મીની નદી માં ભળી જાય છે, મીની નદી માંથી કેમિકલ યુક્ત પાણી સીધું મહીસાગર નદી માં ભળી જાય છે તેના લીધે મહીસાગર નદી પણ દૂષિત થઈ રહી છે.