ગાંધીનગર-

રાજ્યમાં ૩૨૦૦ જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હેલ્થ એન્ડ વેલનેસમાં ફરજ બજાવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાવાયરસની મહામારી નાગરિકોને ભરડામાં લઈ રહી છે, તેવા સમયે પણ આ કર્મચારીઓએ ખડે પગે સેવા આપી છે. સેવા આપતાં આપતાં અનેક કર્મચારીઓ કોરોના વાયરસની ઝપટમાં પણ ચડી ગયાં છે. તેમ છતાં આ કર્મચારીઓની બાદબાકી કરવામાં આવતા અંદરખાને રોષ અને નારાજગી જાેવા મળી રહી છે. 

કોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષકોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષરાજ્યમાં આરોગ્યક્ષેત્રે સંકળાયેલા ૬૪ જેટલા લોકોને ૧૫મી ઓગસ્ટના રોજ શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવશે ત્યારે તો પાસેથી મળતી માહિતી મુજબ આ લિસ્ટમાં પણ અધિકારીઓ દ્વારા વહાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવી હોય તેવું સામે આવી રહ્ય્šં છે. રાજ્યમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ૩૨૦૦ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે.

પરંતુ તેમાંથી એકનો પણ સમાવેશ કરવામાં આવેલ નથી, એ પુરવાર કરે છે કે, અધિકારીઓની ગુડબૂકમાં જેમનું નામ હોય તેમને સમ્માનિત કરવામાં આવશે.કોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષઉલ્લેખનીય છે કે અગાઉ સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવતાં હોય તેવા વ્યક્તિઓમાં પણ આ પ્રકારનો વિરોધ ઉભો થયેલો છે. સાચા કર્મચારીઓને હાંસિયામાં ધકેલવામાં આવે છે, જ્યારે ચાપલૂસી કરનાર અધિકારી કર્મચારીને શ્રેષ્ઠ જગ્યાએ બેસાડવામાં આવતાં હોય છે. અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.