ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા પંથકમાં આવેલા રણ વિસ્તારના કેટલાક ગામોમા આજે પણ શિક્ષણને સ્તર નીચુ છે જેનુ મુખ્ય કારણ અહિ વસતા અગરીયા પરીવારો આથીઁક રીતે પછાત હોવાનુ છે જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના નિમાઁણ માટે અલગ વ્યવસ્થા કરે છે પરંતુ રણ ધ્રાગધ્રા પંથકના છેવાડાના વિસ્તાર એટલે રણ વિસ્તારમા આવેલા એજાર ગામે કોઇ માધ્યમિક સ્કુલ નહિ હોવાથી ગામના તમામ બાળકોના વાલીઓ પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ કરાવ્યા બાદ પોતાના બાળકોને અભ્યાસ પુણઁ કરી કામ પર લગાવી દે છે.

જાેકે એજાર ગામની આજુ-બાજુ દશેક કિમી સુધી કોઇ માધ્યમિક શાળા આવેલી નથી જેથી વાલીઓને ન છુટકે પોતાના બાળકોનો અભ્યાસ પુણઁ કરવો પડે તેવી પરીસ્થિતી ઉદભવે છે. જ્યારે પ્રાથમિક સ્કુલમાં પણ બાળકોને અભ્યાસ કરવો કઠીન છે કારણ કે અહિ આજુ-બાજુ વાડી વિસ્તારમા રહેતા બાળકોને પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ માટે કેટલેક કિમી સુધી ચાલતા જવુ પડે છે ત્યારે સ્થાનિક જાગૃત નાગરીક દ્વારા અગાઉ એજાર ગામે માધ્યમિક શાળાના નિમાઁણ માટે છેક રાજ્યના શિક્ષણ મંત્રી સુધી લેખીત રજુવાત કરી છતા પણ કોઇ નિણઁય આવેલો નથી ત્યારે અગામી સમયમા રણકાંઠાના ગામોમા વસતા બાળકો શિક્ષણને અભાવે વંશ પરંપરાગત મજુરી ન કરે અને તેઓની પણ પ્રગતિ રુંધાય નહિ તે માટે સરકાર તાત્કાલિક નિણઁય કરી માધ્યમિક શાળા નિમાઁણ કરે તેવી માંગ કરાઇ છે.