રાજપીપળા : ભાજપનો ગઢ ગણાતા ગુજરાતના રાજકારણમાં કટ્ટર મુસ્લિમવાદી મનાતા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (એઆઇઆઇએમએમ) આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા ધારાસભ્ય છોટુભાઇ વસાવાની પાર્ટી (ભારતીય ટ્રાઇબલ પાર્ટી-બીટીપી) સાથે ગઠબંધન કરી રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ સહિતની તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સક્રિયપણ ઝંપલાવશે એવી આજે સત્તાવાર જાહેરાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

આજે છોટુભાઇ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જાેઈએ.ગુજરાતમાં બીટીપી અને એઆઇઆઇએમએમ ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને એસ.સી, એસ.ટી, ઓબીસી, માયનોરીટીનું શાસન બને.રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો.

અલબત્ત, ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિથી વાકેફ રાજકારણના જાણકારોનું માનવું છે કે પ્રથમ દૃષ્ટિએ કટ્ટર મુસ્લિમવાસી અસદુદ્દીન ઓવૈસી ભલે ભાજપ વિરોધી હોવાની છાપ ધરાવતા હોય પરંતુ અત્યાર સુધીની દેશની તમામ ચૂંટણીઓમાં તેમના પક્ષે પોતાના ઉમેદવારો ઉભા રાખી કોંગ્રેસના ઉમેદવારના મત કાપવાનું કામ જ કર્યું છે એટલે બીજી રીતે જાેઇએ તો ઓવૈસીનો ગુજરાતમાં પ્રવેશ ભાજપના કોઇ

 છુપા એજન્ડા તરીકે હોય તો નવાઇ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બિટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી.આ ઘટના બાદ બિટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાર કરી હતી.બિટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે. આ તમામની વચ્ચે બિટીપીના સૌરક્ષક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસાસુદ્દીન ઓવૈસીની એઆઇઆઇએમએમસાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને એઆઇઆઇએમએમ ગઠબંધન કરી ચૂંટણી લડશે.અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ.

એઆઇઆઇએમએમના અધ્યક્ષ અસાસુદ્દીન ઓવેશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું.ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે.અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જાે એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે.