ગોધરા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભલે મોટાભાગની નગરપાલિકા પર કબજાે જમાવ્યો હોય પરંતુ પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા પર ભાજપે સત્તા ગુમાવવી પડી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમએ ગોધરા નગરપાલિકામાં સત્તા પર આવી એક મોટી સિદ્ધિ મેળવી છે.ગોધરા નગરપાલિકામાં ૪૪ બેઠક છે. જેમાંથી ભાજપ પાસે ૧૮, એઆઇએમઆઇએમ પાસે ૭, કોંગ્રેસ પાસે ૧, અપક્ષના ૧૮ ઉમેદવાર જીત્યા હતા. ગોધરા નગરપાલિકામાં સંજય સોની પ્રમુખ બન્યા છે..અપક્ષ ૧૭ કોર્પોરેટરમાં ૫ હિન્દૂ કોર્પોરેટર પણ સામેલ છે. જેમણે ઓવૈસીની પાર્ટીનું સમર્થન કર્યુ છે. સાંસદ ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં પોતાની જાેરદાર શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં એઆઇએમઆઇએમના ૭ કોર્પોરેટર જીતીને આવ્યા હતા. જ્યારે ગોધરા તથા મોડાસા નગરપાલિકામાં એઆઇએમઆઇએમને સારૂ સમર્થન મળ્યુ છે.ગોધરા નગરપાલિકાના સભ્યોની સંખ્યા ૪૪ છે.નગરપાલિકાની સત્તા મેળવવા માટે ૨૩ કોર્પોરેટરની જરૂર હોય છે. એઆઇએમઆઇએમને અહી ૨૪ કોર્પોરેટરનું સમર્થન મળ્યુ છે. ગોધરામાં આ પહેલા ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી પરંતુ એઆઇએમઆઇએમએ ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. મહત્વપૂર્ણ છે કે ઓવૈસીની એઆઇએમઆઇએમએ ગોધરા નગરપાલિકામાં ૮ ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જેમાંથી ૭ ઉમેદવાર જીત્યા હતા. ગોધરાના પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બુધવારના રોજ સરદાર નગરખંડ ખાતે ગોધરા નગર પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું.સવારે ૧૧ વાગ્યાના ટકોરે અપક્ષ ૨૪ સભ્યોને લકઝરી બસમાં સરદાર નગરખંડ ખાતે સંજય સોની દ્વારા લાવવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સરદાર નગરખંડ ખાતેના હોલમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ આવી જતા ભાજપના ૧૯ ઉપસ્થિત સભ્યો દ્વારા મતદાન પોલીસની ઉપસ્થિતિમાં ન થાય તેમ પ્રાંત અધિકારીને જણાવવા છતાંય પોલીસ હોલની બહાર નહીં જતા ભાજપના સભ્યોએ ભારે હોબાળો મચાવવાની સાથે પોલીસ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા. જેને લઈને મામલો ગરમાયો હતો લગભગ અડધો કલાક સુધી ભાજપના સભ્યોએ પોલીસને બહાર કાઢવાનું જણાવી ભારે બુમરાણ મચાવી અસહકારભર્યું વાતાવરણ ઉભું કરતા આખરે પોલીસે મામલો સાંભળી લેતા ચૂંટણી પ્રક્રિયા આગળ વધી હતી. જે પ્રક્રિયા દરમ્યાન ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે કોઈ દાવેદારી નહીં કરવા ઉપરાંત રોષે ભરાયેલા સભ્યોએ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ફાડી નાખતા અપક્ષ સભ્ય સંજય સોનીની નગર પાલિકાના પ્રમુખપદે બિનહરીફ વરણી થઈ હતી. જયારે ઉપપ્રમુખ પદે અકરમ પટેલની વરણી કરવામાં આવી હતી.ભાજપની ભૂંડી હાર થતા પાલિકામાં ૧૭ અપક્ષ અને ૭ એઆઇએમઆઇએમના સભ્યોએ મળી ગોધરા નગર પાલિકામાં સત્તા હાસલ કરી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન એક અપક્ષ એક સભ્ય ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે,પ્રતિષ્ઠાના જંગ સમાન બનેલી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પાસે ૧૯ સભ્યો હોવા છતાં બહુમતી ન મેળવી શકતા શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું હત.ું જેની ભાજપ મોવડી મંડળએ પણ ગંભીર નોંધ લીધી હોવાનું કહેવાય છે ભાજપની હાર માટે ભાજપ સંગઠનમાં અભાવ હોવાનું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું હતું ચૂંટણીને લઈ પોલીસ ધ્વારા ચૂંટણી સ્થળે લોખંડી બંદોબસ્ત તૈનાત કરવાની સાથે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને મુખ્ય હાઈવે રોડને પણ એક તરફી કરવામાં આવ્યો હતો સાથે બેરીકેટીંગ ગોઠવી દેવામાં આવ્યા હતા. અંતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પરી થતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ગોધરા નગરપાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ ચૂંટણીમાં ભાજપ મહિલા ઉમેદવારનો ઉભરો સામે આવ્યો હતો. વોર્ડ નંબર એકના ભાજપ ઉમેદવાર હંસાબેન વાઘેલાનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં તેઓએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભાખંડમાં પાણીની છુટ્ટી બોટલ ફેંકી હતી.હાર પચાવી ન શકનાર મહિલા ઉમેદવારએ પાલિકાના ચીફ ઓફીસર વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો ઉચ્ચાર્યા હતા ત્યારબાદ હોબાળો મચાવતા પોલીસે મહિલા ઉમેદવારને સભાખંડમાંથી દૂર કર્યા હતા.