વડોદરા

કામનાથ મહાદેવ ના ઓવારાઓ ની સફાઈ કામ ચાલી રહેલ છે અત્યાર સુધી ૩૦થી વધુ પગથીયાઓ સાફ કરી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં અનેક પગથીયાઓ તુટી ગયા છે . આ ઓવારાઓ પગથીયાઓનો જીણોદ્વાર કરવાનાી કામગીરીનો દાતાઓની મદદ થી આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમ ઇસ્કોન મંદિરના નિત્યાનંદ મહારાજ પૂ પંકજકુમાર ગોસ્વામી, સાંસદ રંજનબેન ભટ્ટ તથા સયાજીગંજ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અજીત પટેલ તથા અને કાઉન્સિલરો તથા નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

બરોડા સ્ટોન મર્ચન્ટ એસોસીએશન ના પ્રમુખ ગોપાલભાઈ અને દીપક પણ હાજર રહ્યા હતા અને પથ્થર મુકવાની કાર્યવાહી તેઓને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી વગેરે હાજર રહ્યા હતા આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટે ઐતિહાસિક ધાટની મરામત માટે એકાવન હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી

આજના કાર્યક્રમમાં સૌથી પહેલો પથ્થર એક પીનલબેન પુરોહિત ના સ્વર્ગસ્થ પતિ ના નામેં તેમની દીકરીએ મૂક્યો હતો અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ કોરોના માં લોકોને મદદ કરનાર પાર્થ પુરોહિત ગૌરક્ષા સેવા સમિતિના કાર્ય કરો સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.કામનાથ ના ઓવારે એક પગથિયું મારા ઘરનું આ સૂત્ર હેઠળ વડોદરા શહેરના તમામ નાગરિકોને સહયોગ આપવા અપિલ કરવામાં આવી હતી.