વડોદરા : વૈષ્ણવ ઈનરફેઈથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈઝેશન દ્વારા શહેર-જીલ્લાના સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં બસો જેટલા ઓક્સિજન કન્સનટ્રેટર આપવામાં આવ્યા હતા. આ વિતરણ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિપો- વૈષ્ણવ ઈનરફેઈથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના કાળની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાતા હવા માંથી ઓક્સિજન શોષીને દર્દીને ઓક્સિજન પુરુ પાડે તેવું ઓક્સિજન કન્સનટ્રેટર વિવિધ હોસ્પીટલોમાં આપવામાં આવ્યા છે. આ પ્રકારના મશીનો ૩૩૧૨ મશીનો ભારતભરના વિવિધ વિસ્તારોમાં આપવામાં આવ્યા છે. તે સિવાય શહેર – જીલ્લાના સરકારી હોસ્પીટલો જેમકે સયાજી હોસ્પીટલ , ગોત્રી હોસ્પીટલ સિવાય કાશીબા ચિલ્ડ્રન હોસ્પીટલ , વલ્લભાચાર્ય હોસ્પીટલ તેમજ બોડેલી હોસ્પીટલમાં થઈને ૨૦૦ કોન્સનટ્રેટર મશીન તેમજ વેન્ટીલેટર મશીનો પણ લોક સેવા માટે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, આશ્રયકુમારજી મહારાજ તેમજ યુવાચાર્ય શરણમકુમારજીના હસ્તે લોકાઅર્પણ કરવામાં આવ્યા હતા. આ અર્પણવિધીના કાર્યક્રમમાં શહેરના પ્રથમ ન્ ાગરિક કેયુર રોેકડીયા, સાંસદ રંજન ભટ્ટ, ડેપ્યુટી મેયર નંદા જાેષી , ડાॅ. વિજય શાહ સહિતના અન્ય લોકો પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.