વડોદરા : સયાજી હોસ્પિટલ સંલગ્ન સમરસ કોવિડ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે કોવિડ વોર્ડમાં સી.બ્લોકના ત્રીજા માળે ઓક્સીજન સપ્લાયની લાઇનમાં ઓક્સીજન લીકેજ થવાની ઘટના બનતાં અફડા તફડી મચી ગઇ હતી. અને સી બ્લોકમાં દાખલ કોરોના દર્દીઓનો જીવ તારવે ચોટી ગયા હતાં. પરંતુ વોર્ડમાં હાજર નર્સ્િંાગ સ્ટાફની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી હતી. અલબત આ ઘટનાની જાણ ફાયર ફાઇટરો તથા સેફ્ટી સ્ટાફને કરવામાં આવતાં ફાયર સેફ્ટી સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. જેથી દર્દીઓ તથા હોસ્પિટલના સ્ટાફ કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પલગે ઓએસડી રાવ પણ દોડી આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓના જીવ અધ્ધર થઇ જતાં હોય છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, ભરૂચ સહિત શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની ચુકી છે અને દાખલ દર્દીઓ જીવતા ભૂજાય જવાની ગોઝારી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે ગઇકાલે મોડી રાત્રે શહેરની સમરસ કોવિડ હોસ્પિટલના સી બ્લોક ત્રીજા માળે રૂમ નં.૩૦૪માં ઓક્સીજન સપ્લાયની પાઇપ લાઇનમાં ઓક્સીજન લીકેજ થતાં બુમાબુમ સાથે નાસભાગ મચી ગઇ હતી. જેનાથી વોર્ડમાં દાખલ દર્દીઓના જીવ અધ્ધર થઇ ગયા હતાં.