અમદાવાદ-

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવના ગાયત્રીપાર્કમાં 10 હજારથી વધુનું વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ હજાર રહેશે સાથે સાથે અમદાવાદ શહેર માં પ્રદુષણ ઘટાડવા અને ગ્રીન ઝોન વધારવા માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહયું છે. શહેરમાં મિયાવાકી પદ્ધતિથી બગીચાઓ બનાવવામાં આવી રહયા છે. શહેરમાં ગોતા,સીધુભવન,સાયન્સસિટીમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે.પશ્ચિમ વિસ્તારમાં ઘણા બગીચાઓ બનાવવામાં આવ્યા છે.હવે પૂર્વમાં પણ આવા ઓક્સિજન પાર્ક બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમદાવાદના પૂર્વમાં પ્રથમ ઓક્સિજન પાર્ક ઓઢવમાં જઈ રહ્યું છે.ગાયત્રી સોસાયટી પાસે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં આ ઓક્સિજન પાર્ક બનશે.આ ઓક્સિજન પાર્ક માં 10 હજાર વૃક્ષો વાવવામાં આવશે જેમાં એજ વૃક્ષો હશે જેમાં વધુ ઓક્સિજન હોય. અત્યાર સુધીમાં 12 લાખ જેટલા વૃક્ષો અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર વાવવામાં આવ્યા છે.