ગાંધીનગર-

ગુજરાતમાં 348 સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી વેવ સામે લડવા અત્યારથી જ પૂર્વ તૈયારી આરંભી દીધી છે. જેના ભાગરૂપે આ તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 30 થી 50 બેડની વ્યવસ્થા પણ કરવા નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી અને ત્યાર બાદ આયોજન કરવા નક્કી કરાયું છે.

રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યા મુજબ કોરોનાની બીજી વેવમાં એકલાખથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાંથી 57 હજાર આઈસીયુ બેડ પણ છે.રાજ્યમાં એક મહિનામા સાત લાખ રેમડેસિવિર ઈન્જેક્શન પુરા પાડવામાં આવ્યા છે.કોરોનાની પ્રથમ લહેરમાં ઓક્સિજનની જરૂરીયાત 155 મેટ્રીક ટન હતી. જે બીજી લહેરમાં અચાનક ખૂબ વધીને 1150 મેટ્રીક ટન જેટલી થઈ ગઈ છે.