નવી દિલ્હી,તા.૩

ભારત સરકારના ખેલ મંત્રાલયે હાલમાં વિવિધ પશ્મ અવોર્ડ માટે રમત-ગમતનાં વિવિધ અસોસિએશન પાસેથી નોમિનેશન મગાવ્યાં છે. મહિલા હોકી ટીમની કપ્તાન ચની રામપાલને રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે, જયારે વંદના કઢારિયા, મોનિકા અને હરમનપ્રીતને હોકી ઇન્ડિયા દ્વારા અર્જુન અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ૨૦૧૭ના વિમેન્સ એશિયા કપમાં રાનીના નેતૃત્વમાં ભારતે એતિહાસિક જીત મેળવી હતી, જયારે ૨૦૧૮માં તેઓ સિલ્વર મેડલ મેળવવામાં સફળ થયા હતા. ટીમનું સારી રીતે નેતૃત્વ કરવા બદલ તેને ખેલ રતન અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ચાર પ્લેયર ઉપરાંત ભૂતપુર્વ સ્ટાર પ્લેયર ડો. આર. પી. સિંહ અને તુષાર ખાંડેકરને પોતાના અભૂતપૂર્વ યોગદાન બદલ મેજર ધ્યાનચંદ અવોર્ડ ફોર લાઇફટાઇમ અચીવમેન્ટ માટે અને બી. જે. કરીઅપ્પા તેમ જ રોમેશ પઠાનિયાને દ્રોણાચાર્ય અવોર્ડ માટ નોમિનેટ કરવામાં આવ્યા છે.