દિલ્હી-

સુર સમ્રાટ તરીકે જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ 90 વર્ષના હતા મેવાતી ઘરાનાના ગાયક પંડિત જસરાજની સંગીત-ગાયકીની કારકિર્દી 80 વર્ષ લાંબી હતી. આયુષ્ય દરમિયાન એમણે 'પદ્મવિભૂષણ' સહિત અનેક મોટા પુરસ્કારો મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ના ખગોળવિદ્ય અને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનૉમિકલ યૂનિયન (IAU)ના અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ 13 વર્ષ પહેલા શોધેલા એક ગ્રહનું નામ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નામ પર રાખ્યુ છે.