વડોદરા, તા. ૧

વડસર ખાતે મેપલવિલા તેમજ મેપલ મિડોઝના નામે વૈભવી બંગલા અને ફ્લેટોની સ્કીમ શરૂ કર્યા બાદ સ્કીમમાં બુકીંગ કરાવનાર ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા બાદ એક જ મકાનો પર બે વખત લોન મેળવી લોનની રકમ પણ ચાંઉ કરી જવાના આર્થિક કૈાભાંડમાં સંડાવાયેલો પાદરા તાલુકાના ભાજપાનો ઉપપ્રમુખ બિલ્ડર અપુર્વ શાહ તેમજ તેની પત્ની ભૈરવી સામે હવે છેતરાયેલા ગ્રાહકોએ વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાવવા માટે અરજીઓ કરી છે. જાેકે શાસક પક્ષમાં ઉચ્ચહોદ્દાએ હોવાનો ગેરલાભ લઈને અપુર્વ પટેલ રાજકિય વગ વાપરી તેની સામે ફરિયાદ દાખલ થવા દેતો નથી જેના કારણે છેતરાયેલા ગ્રાહકોએ હવે ભેગા થઈને ઉચ્ચકક્ષાએ ફરિયાદની તજવીજ શરૂ કરી છે. દરમિયાન અપુર્વ અને તેની પત્ની ભૈરવી સામે સીઆઈડી ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાતા જ ઠગ દંપતી બન્ટી-બબલી ફરાર થતાં તેેઓની સીઆઈડીની ટીમે ઘનિષ્ટ શોધખોળ શરૂ કરી છે.

મુળ પાદરાના વતની અને હાલમાં વિશ્વામિત્રી ટાઉનશીપ પાસે ગુજરાત ટ્રેકટર સામે આવેલા સમૃધ્ધી બંગ્લોઝમાં રહેતો અપુર્વ દિનેશ પટેલ પાદરા તાલુકા ભાજપાના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરે છે તેમજ વડોદરામાં તે વૈશાલી ટ્રાવેલ્સવાળાના નામે પણ જાણીતો છે. અપુર્વ અને તેની પત્ની ભૈરવીએ ગત ૨૦૧૯માં શ્રી સિધ્ધી વિનાયક ડેવલોપર્સના બેનર હેઠળ વડસર ખાતે મેપલવિલા બંંગ્લોઝ તેમજ મેપલમિડોઝ નામે વૈભવી ફ્લેટની સ્કીમ શરૂ કરી હતી. તેની સ્કીમમાં માત્ર વડોદરા શહેર-જિલ્લા જ નહી પરંતું મોરબી જિલ્લાના સમૃધ્ધ ખેડુત દિલાવરસિંહ ઝાલા સહિતના અનેક લોકોએ બંગ્લા અને ફ્લેટમાં બુકીંગ કરાવ્યું હતું.

મકાનો બુક કરતી વખતે અપુર્વએ દરેક ગ્રાહકોને એવી ખાત્રી આપી હતી કે આ સ્કીમમાં બંગલાઓ કે ફ્લેટ પર કોઈ બેંક લોન કે તારણ નથી તેમજ ટાઈટલ ક્લિઅર છે. અપુર્વની વાત પર ભરોસો મુકીને અનેક ગ્રાહકોએ તેની સ્કીમમાં બંગલા-ફલેટ બુક કરાવ્યા હતા જેની સામે અપુર્વએ કરોડો રૂપિયા લઈ અકોટાની સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજાે પણ કરી આપ્યા હતા. જાેકે ત્યારબાદ આ ગ્રાહકો પૈકી દિવ્યરાજસિંહ ઝાલાને નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે મેપલવિલામાં પોતાના એ૧-૨૦ નંબરનો બંગલો બેક તારણમાં મુકી લોન લેવાની તજવીજ હાથ ધરી હતી જેમાં તેમને ચોંકાવનારી જાણ થઈ હતી કે તેમના બંગલા પર તો અપુર્વની પત્ની ભૈરવી પટેલે લોન મેળવી છે જયારે દિવ્યરાજસિંહે આ જ સ્કીમમાં બંગલો ખરીદનાર મિત્ર દિલાવરસિંહના એ-૧૧ નંબરના બંગ્લાની તપાસ કરતા તેમના બંગલા પર પણ રિધ્ધી મકવાણા અને આદેશ દેવકુમારના નામે લોન લેવાયાની ચોંકાવનારી જાણ થઈ હતી. દરમિયાન ઠગ બિલ્ડર અપુર્વ પટેલ અને તેની પત્ની ભૈરવીએ એક જ મકાનો પર બે બે વાર લોન લઈ ઠગાઈ કર્યાની અન્ય ગ્રાહકોમાં જાણ થતાં તેઓએ પણ તપાસ કરાવી હતી જેમાં બન્ટી –બબલીની જાેડીએ અન્ય બંગ્લા પર પણ બીજી વ્યકિતઓના નામે લોન લઈ કરોડો રૂપિયાનુંં આર્થિક કૈાભાંડ આચર્યાનો પર્દાફાશ થતાં અપુર્વ અને ભૈરવી વિરુધ્ધ સીઆઈડી ક્રાઈમમાં હાલમાં દિલાવરસિંહે એક ફરિયાદ નોંધાવી છે.

દરમિયાન અપુર્વએ તેની બંને સ્કીમના ગ્રાહકો સાથે આર્થિક કૈાભાંડ આચરી તેમજ શરતો મુજબ નિયત સમયમાં બંગલા-ફ્લેટના કબજાે નહી સોંપી ઠગાઈ કરી હોઈ અપુર્વ તેમજ ભૈરવી વિરુદ્ધ શહેર-જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાવવા માટે અરજીઓ કરાઈ છે પરંતું અપુર્વ પટેલ તેની રાજકિય વગના કારણે ફરિયાદો દાખલ થવા દેતો નથી તેવો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. અપુર્વને શાસક પક્ષ ભાજપાના કેટલાક વગદાર નેતાઓ સાથે ઘેરાબો હોઈ અત્રે અપુર્વ વિરુધ્ધ પોલીસ કડકાઈથી કામ નહી લે તેવી ખાત્રી છેતરાયેલા ગ્રાહકોને ખાત્રી હોઈ તેઓએ હવે ભેગા મળીને સમગ્ર કૈાભાંડની ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા માટે તજવીજ શરૂ કરી છે.

ગ્રાહકો જ નહીં, સાઈટ પર કામ કરનારાઓને પણ રડાવ્યા

શ્રી સિધ્ધી વિનાયક ડેવલોપર્સના ભાગીદાર અપુર્વ પટેલ અને તેની પત્ની ભૈરવીએ તેઓની સ્કીમના મકાન-ફ્લેટ અને દુકાનોના માલિકો સાથે એક જ મકાન બે કે તેથી વખત વેંચાણ કરીને માત્ર ગ્રાહકો જ નહી પરંતું તેઓની સાઈટ પર એસેસની રેલીંગની કામગીરી કરનાર આશિષ પોપટ, ટાઈલ્સનું કામ કરનાર બાબુભાઈ, ટાઈલ્સના સપ્લાયરો વિજયભાઈ અને સંદીપભાઈ ,કોન્ટ્રાક્ટર કાદરભાઈ, રેતી સપ્લાય કરનાર કુંજભાઈ તેમજ પ્લમ્બીંગનું કામ કરનાર સંતોષભાઈને પણ મટીરિયલ્સ કે કામકાજના નાણાં નહી ચુકવી તેઓને પણ રડાવ્યા છે.

બોગસ રેરા નંબર છાપતો અપૂર્વ પેટ્રોલ પંપનો પણ માલિક

અપુર્વ પટેલેે રેરા (રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી)માંથી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું સર્ટીફિક્ેટ મેળવ્યું નહોંતી તેમ છતાં તેણે બુકીંગ શરૂ કરી નાણાં ઉઘરાવવાની શરૂઆત કરી હતી. જાેકે ગ્રાહકો રેરા નંબરનો આગ્રહ રાખતા હોઈ અપુર્વએ એક સ્કીમના બ્રોશર પર બોગસ રેરા નંબર પણ નાખી દીધો હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યા છે. ઠગ અપુર્વ બિલ્ડર હોવાની સાથે પોતાનો પેટ્રોલ પંપ પણ ધરાવતો હોવાની વિગતો સપાટી પર આવતા સીઆઈડી ક્રાઈમે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અપૂર્વ વિરુદ્ધ ચેક બાઉન્સની

૧૫૦ જેટલી ફરિયાદો

અપુર્વની ઠગાઈનો ભોગ બનેલા ગ્રાહકોએ હવે એકબીજાનો સંપર્ક કરી અપુર્વ અને ભૈરવી સામે લડાઈનો જંગ શરૂ કર્યો છે જેમાં હવે ગ્રાહકોને એવી માહિતી મળી હતી કે વૈશાલી ટ્રાવેલ્સવાળા અપુર્વ પટેલ વિરુધ્ધ આશરે ૧૫૦ જેટલી નેગોશિયેબલ ઈનસ્ટ્રુમેન્ટ એક્ટની કલમ -૧૩૮ હેઠળની ફરિયાદો દાખલ થયેલી છે તેમજ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પણ તેની વિરુધ્ધ ફરિયાદો નોંધાયેલી છે.

અપૂર્વ સાથે ઘરોબો રાખનાર પૂર્વ કલેકટર કોણ ?

અપુર્વ પટેલે મેપલ વિલા, મેપલ વિડોઝ, મેપલ સિગ્નેચર અને મેપલ વિસ્ટાના નામે શરૂ કરેલી સ્કીમોમાં ગ્રાહકો બનાવી તેઓની પાસેથી નાણાં ઉઘરાવીને હવે કામ બંધ કરી દઈ ઠગાઈ કરી છે. અપુર્વ હાલમાં શાસક પક્ષ ભાજપામાં મહત્વનો હોદ્દો ધરાવતો હોય પરંતું તેના ભાજપાના અનેક અગ્રણી સાથે લાંબા સમયથી ઘનિષ્ટ સંબંધો છે. એટલુ જ નહી અપુર્વ સાથે શહેરના એક પુર્વ કલેકટરનો પણ ઘેરાબો હોવાનું અને તેણે આ પુર્વ કલેકટરના વહીવટદાર તરીકે કામગીરી કરી હોવાની પણ ચર્ચાએ જાેર પકડ્યુ છે.

લાચાર ગ્રાહકોને ધમકી ‘પોલીસ મારા ખિસ્સામાં છે’

માંજલપુરની સુરભીપાર્કમાં રહેતા સાસુ-વહુ પારુલબેન મયુરકુમાર શાહ અને સ્નેહાબેન રોનક શાહે મેપલ સિગ્નેચર-૧માં બે ફ્લેટ બુક કરાવ્યા હતા જેમાં અપુર્વએ તેઓની પાસેથી તબક્કાવાર ૭ લાખ રૂપિયા ઉઘરાવ્યા બાદ ખોટા બહાના કરીને ગત માર્ચ-૨૦૨૦થી કામ બંધ કરી દીધું છે. સાસુ-વહુએ વારંવાર પુછપરછ કરતા અપુર્વએ તેઓનો ખોટા વાયદા કરી સમય પસાર કર્યો હતો જેથી તેઓએ બુકીંગ કેન્સલ કરવાની વાત કરતા અપુર્વએ તેઓને મારી નાખવાની ધમકી આપી જણાવ્યું હતું કે પોલીસ હોય કે વકીલ, હું કોઈનાથી ગભરાતો નથી તેમજ પોલીસવાળા મારા ખિસ્સામાં છે. તમારાથી થાય તે કરી લો.

ચકચારભર્યા પરમ બંગલો કેસમાં પણ અપુર્વની પડદા પાછળ મુખ્ય ભુમિકા

શહેરમાં થોડાક સમય અગાઉ શહેરમાં ભારે ચકચાર જગાડનાર શહેરના પોશ વિસ્તારમાં આવેલા પરમ બંગ્લોઝના કબજા માટે થયેલા વિવાદમાં ભાજપા અગ્રણીઓ સહિતના નામો ચર્ચામાં આવ્યા હતા. કરોડો રૂપિયાની કિંમતની આ પરમ બંગ્લોઝના કૈાભાંડના વિવાદમાં પણ અપુર્વ પટેલનો પડદા પાછળથી દોરી સંચાર હોવાનું કહેવાય છે.