પાદરા, પાદરામાં વિશ્વ વંદનીય શ્રી પ્રમુખસ્વામી મહારાજની ૯૯મી જન્મજયંતી પર પ્રમુખસ્વામી મહારાજે જે પાદરા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે પાદરા હાઈસ્કૂલનું નામ નામકરણ કરી (બદલી) પ્રમુખસ્વામી હાઈસ્કૂલ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંતો, પાદરા નગરપાલિકાના પ્રમુખ નિરાલીબેન પટેલ, ઉપપ્રમુખ સચિન ગાંધી, કારોબારી સમિતિના ચેરમેન સંજય પટેલ, પાલિકાના સદસ્યો તેમજ પાદરા હાઈસ્કૂલના આચાર્ય, સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા.  

પાદરામાં વિશ્વ વંદનીય શ્રી પ્રમુખસ્વામી મહારાજે મૂળ પાદરા તાલુકાના ચાણસદ ગામના અને તેઓ બાળપણમાં પાદરાના સ્ટેશન પાસે આવેલ પાદરા નગરપાલિકા સંચાલિત પાદરા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કર્યો હતો. તેઓની સ્મૃતિરૂપે જે પાદરા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે પાદરા હાઈસ્કૂલનું નામ પ્રમુખસ્વામી હાઈસ્કૂલ કરવા માટે પાદરા નગરપાલિકાની સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આજે પ્રમુખસ્વામી મહારાજની ૯૯મી જન્મજયંતી નિમિત્તે સ્વામીનારાયણ સંસ્થાના બીએપીએસના સંતો અને પાદરા નગરપાલિકાના પ્રમુખ નિરાલીબેન પટેલ, ઉપપ્રમુખ સચિન ગાંધી વગેરે હાજર રહ્યા હતા.