નવી દિલ્હી,તા.૬

ભારતનો સુપર સ્ટાર ટેનિસ ખેલાડી તેની ગ્રેન્ડસ્લેમ ટુર્નામેન્ટની સદી પૂરી કરવાથી માત્ર ત્રણ ટુર્નામેન્ટ દૂર છે પરંતુ કોરોના વાયરસને કારણે તમામ ટેનિસ ટુર્નામેન્ટ અટકી ગઈ હોવાથી તેની આ સિદ્ધિ અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ દરમિયાન લિએન્ડર પેસે પોતાના ફેન્સ આ અંગે સલાહ માગી હતી જેને ધ્યાનમાં રાખીને પેસે જાહેર કર્યુ છે કે તે ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની સદી પૂરી કરવા માગે છે.

પોતાની કારકિર્દીમાં ૧૮ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારા લિએન્ડર પેસની ઇચ્છા ટોકયો ઓલિમ્પ્ક્સમાં ભાગ લેવાની હતી. તેણે ગયા વર્ષે જ જાહેર કર્યુ હતું કે ૨૦૨૦નું વર્ષ તેની કારકિર્દીનું છેલ્લું વર્ષ હશે. તે આઠમી વાર ઓલિમ્પિક્સમાં ભાગ લઈને 

નિવૃત્તિ લઈ લેશે. સદી પૂરી કરવી છે. લિએન્ડર પેસે કહયુ હતું કે ઓલિમ્પક્સને હજી ઘણી વાર છે અને મને નથી લાગતું કે આ વર્ષે જુલાઈ તે ઓગસ્ટમાં ટેનિસનો પ્રારંભ થશે. મારી ટીમ તૈયાર છે અને લોકડાઉન ખૂલશે ત્યાર બાદ અમે ફિટનેસ અંગે સમીક્ષા કરીશું. ત્યાર બાદ જ ખબર પડશે કે મારે ૨૦૨૧માં રમવું કે નહીં. લિએન્ડર પેસ ૧૭મી જૂને તેના જીવનના ૪૭ વર્ષ પૂરા કરશે. તેણે કહયુ કે હું ૯૭ ગ્રાન્ડસ્લેમમાં રમ્યો છું અને ત્રણમાં રમું તો સદી પૂરી થઈ જાય. આ વાત વિચારીને જ મને પ્રેરણા મળી રહી છે અને હુ આઠમી વાર ઓલિમ્પિક્સમાં રમવા માગું છું. જેનાથી એ રેકોર્ડ બની જાય કે સૌથી વધુ ઓલિમ્પિક્સ રમનારામાં એક ભારતીય મોખરે છે.