ઇસ્લામાબાદ-

રેપની ઘટનાઓ અંગે પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને ફરી એક વખત બેજવાબદાર અને બેહુદૂ નિવેદન આપ્યુ છે. ઈમરાનખાને ફરી એક વખત પોતાની વાતને દોહરાવી છે કે, પાકિસ્તાનમાં રેપની વધતી ઘટનાઓ માટે મહિલાઓના કપડા જવાબદાર છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાનખાને કહ્યુ હતુ કે, એક મહિલા જાે ટુંકા કપડા પરહેશે અને તેની અસર પુરુષો પર થવાની, પુરુષો રોબોટ તો નથી. આ એક કોમન સેન્સની વાત છે. જાેકે ઈમરાનખાનના નિવેદનની વિપક્ષો દ્વારા ટીકા થઈ રહી છે. પત્રકારોને પણ ઈમરાનનુ નિવેદન પસંદ આવ્યુ નથી. ઈન્ટરનેશલ જસ્ટિસ કમિશનના એડવાઈઝર રીમા ઓમરે કહ્યુ હતુ કે, ઈમરાનખાન યૌન હિંસા માટે ભોગ બનનાર જ જવાબદાર હોવાનુ કહી રહ્યા છે અને આ નિરાશાજનક વાત છે. તેમનુ નિવેદન તેમની બીમાર માનસિકતા દર્શાવી રહ્યુ છે.આ પહેલા પણ ઈમરાને આ પ્રકારનુ નિવેદન આપીને કહ્યુ હતુ કે, રેપના વધતા જતા બનાવો માટે અશ્લિલતા જવાબદાર છે. એ પછી પાકિસ્તાનમાં આ નિવેદન સામે ભારે રોષ જાેવા મળ્યો હતો. પાકિસ્તાનમાં દર ૨૪ કલાકમાં રેપના ૧૧ બનાવો બને છે. છ વર્ષમાં ૨૨૦૦૦ કેસ પોલીસમાં નોંધાયા છે. જાેકે રેપના આરોપીઓ પૈકી માંડ ૦.૩ ટકાને સજા થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાક સરકારે મહિલાઓ અને બાળકોના યૌન શોષણના મામલામાં સુનાવણી માટે વિશેષ કોર્ટ સ્થાપવાના અધ્યાદેશને મંજૂરી આપી હતી અને તેમાં આવા કેસ ચાર મહિનામાં પૂરા થશે તેવુ નક્કી કરાયુ હતુ.