ઇસ્લામાબાદ-

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સંયુકત અરબ અમીરાતના વાઇસ પ્રેસિડન્ટ અને દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને 150 દુર્લભ બાજ નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. દુનિયાભરના વન્યજીવ નિષ્ણાતોની ચિંતાઓ બાદ પણ ઇમરાન સરકારના આ ક્રૂર ર્નિણયની જાેરદાર આલોચના થઇ રહી છે. જાે કે સાઉદી અરબ અને યુએઈ બંને એ પાકિસ્તાનની બોચી દબાવવાનું શરૂ કરી દીધું છે અને હવે દુબઇના શાસકને ઐય્યાશી માટે ઇમરાન સરકાર તેમને બાજ મોકલવા જઇ રહ્યા છે.

પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનથી યુએઇને 150 બાજ ‘નિકાસ’ કરવા માટે ખાસ મંજૂરી ઇમરાન ખાન સરકારની તરફથી આપવામાં આવી છે. સૂત્રોના મતે આ મંજૂરી વિદેશ મંત્રાલયની તરફથી આપવામાં આવી હતી અને તેને યુએઇના દૂતાવાસને સોંપી દેવાયા છે.  આ દુર્લભ બાજની મદદથી અરબ દેશોના શિકારી હુબાલો પક્ષીઓનો શિકાર કરે છે. ઇમરાન સરકારે આ મંજૂરી એવા સમય પર આપી છે જ્યારે સાઉદી અરબે પોતાના બાકી ૨ અબજ ડોલર પાછા માંગ્યા છે તો યુએઇ એ પાકિસ્તાનીઓને વીઝા આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિક યુએઇમાં રહે છે અને પૈસા મોકલે છે.

બાજ પક્ષી આંતરરાષ્ટ્રીય કાયદાઓના મતે સંરક્ષિત જીવ છે અને તેની નિકાસ પ્રતિબંધિત છે પરંતુ પાકિસ્તાનની ઇમરાન સરકારે પોતાના દેશની ડૂબતી નૈયાને પાર લગાવા માટે હવે આ બેજુબાનોની બલિ આપી દીધી છે. અરબના શિકારી હવે આ બાજને પોતાના વૃદ્ધ થઇ ચૂકેલા બાજની જગ્યા પર ઉપયોગ કરશે. ખુદ પાકિસ્તાનમાં જ બાજના વેચાણ પર પ્રતિબંધ છે અને તેનો વેપાર ગેરકાયદે મનાય છે.